તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠના વડાબજારથી બસ સ્ટેન્ડ સુધી દબાણોનો રાફડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉમરેઠશહેરના વડાબજારથી બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં દબાણો વધી જતાં સામાન્ય રાહદારીને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આથી ભારે રોષ છે. બીજી તરફ કેટલાક વેપારીઓ પોતાના વાહનો પણ રસ્તા પર મુકી દેતા ટ્રાફિક સમસ્યા સર્જાણી છે.

ઉમરેઠ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી દબાણોનો રાફડો ફાટ્યો છે. રસ્તા પર ઠેર ઠરે દબાણોને કારણે વારંવાર ટ્રાફિક જામ થઇ જાય છે. જેને કારણે દુકાદારો અને વાહન ચાલકો વચ્ચે પણ સતત ચકમક થતી રહે છે. તેવી રીતે ભદ્રકાળી મંદિરથી બસ સ્ટેશન સુધી રસ્તાની એક બાજુ પગલાં મંદિરની લાઇનમાં પાથરણાં, લારીઓ દ્વારા દબાણો કરાયા છે. જેને કારણે પણ રાહદારીઓ અને વાહનચાલકોને અગવડ પડી રહી છે. આવા દબાણો સામે પાલિકા નિષ્ક્રિય રહેતાં પ્રજામાં રોષની લાગણી જન્મી છે.

વૈષ્ણવ મંદિર પાસેથી શાકમાર્કેટ હટાવવાની માગ ઉમરેઠના વૈષ્ણવ મંદિર પાસે બેઠતા શાક માર્કેટને પણ દૂર કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યાં છે.

રાહદારીઓ, વાહનચાલકોની હાલત કફોડી બની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો