તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઠલાલની હોટલમાંથી 10 જુગારીઓ જેલ હવાલે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કઠલાલ જનપથ હોટલમાં એલસીબીઅ દરોડો પાડી 9 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા વધુ હાથધરી છે.

ખેડા એલસીબી પોલીસ ઇન્સપેક્ટર વી.જે.રાઠોડ પોતાના સ્ટાફ અને પેરોલ ફ્લો સ્કવોર્ડના પોસઈ કઠલાલ તાલુકામાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, જનપથ હોટલમાં હાર જીતનો જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી હોટલના રૂમ નં.5માં રેઈડ કરતાં 9 ઈસમોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. પકડાયેલાં લોકોમાં હેદરમિંયા મહંમદમિંયા શેખ, અબ્બાસભાઈ હુસેનભાઈ બેલીમ, રફીકમિંયા નિયાઝમહંમદ શેખ, રજ્જાકભાઈ ઉર્ફે બાબુ સુલેમાનભાઈ ખલીફા (તમામ રહે.મહુધા), ફારૂકઅલી નજરઅલી સૈયદ, લાલમિંયા ઉર્ફે લંગડો હસુમીંયા મલેક (રહે. ઉમરેઠ), બાબુભાઈ જીણાભાઈ સોલંકી (રહે.કઠલાલ), હમીદખાન ઉર્ફે બાબા અમીનખાન પઠાણ (રહે.સાબરમતી), મગનભાઈ નાગરભાઈ તળપદા (રહે.ઠાસરા)નો સમાવેશ થાય છે.

જ્યારે જનપથ હોટલના મેનેજર િદલીપભાઈ પટેલને પોલીસે જુગાર રમવા રૂમ આપવા બદલ ઝડપી પાડ્યો હતો. પોલીસે જુગારિયાઓ પાસેથી રૂ. 16100ના મુદ્દામાલ હસ્તગત પણ કબજે કર્યા હતા.

પોલીસે રૂ. 16100નો મુદ્દામાલ જપ્ત કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો