• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • નારાયણ જ્વેલર્સ ઉઠમણાં કેસ કટરમશીનમાં પાસબુક ક્રશ કરાઈ

નારાયણ જ્વેલર્સ ઉઠમણાં કેસ કટરમશીનમાં પાસબુક ક્રશ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠના ચોકસી બજાર સ્થિત નારાયણ જવેલર્સ નામની પેઢીમાં અઢીસો કરોડનું ઉઠમણું કરવાના કૌભાંડમાં સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા ગુરૂવારે પેઢીના માલિકીની પત્ની અને તેના હિસાબનીશની ધરપકડ કરાઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ હિસાબમાં ઘાલમેલ કરવા કટરમશીનમાં કેટલીક પાસબુક ક્રશ કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેને પગલે પોલીસે તેમની સઘન પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉમરેઠમાં ઊંચા વ્યાજદરની લાલચ આપીને અઢીસો કરોડનું ઉઠમણું કર્યા બાદ માલિક અર્પિત ગાભાવાળા અને તેનો ભાઈ ગુંજન ગાભાવાળા સહિત તમામ શખ્સ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. તેમને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કરી દીધા હતા. પરંતુ અર્પિત તથા ગુંજન ગાભાવાળા હાથ લાગ્યા ન હતા.

દરમિયાન એસઆઈટીની ટીમે બાતમી દ્વારા અર્પિતના પત્ની પીન્કી અને જવેલર્સના હિસાબનીશ દક્ષેશ કાછીયાની ગુરૂવારે ધરપકડ કરી હતી. આ અંગે વાત કરતા પી.એસ.આઈ. આર.એન. ખાંટે જણાવ્યું હતું કે, પીન્કી ગાભાવાળા પંદર ટકાની ભાગીદારી નારાયણ જવેલર્સમાં ધરાવતા હતા.

ઉઠમણાં બાદ રાત્રિના સમયે પાણીના જગમાં સોનુ ભરીને જતી વખતે તે પણ સામેલ હોવાનું ખૂલ્યું હતું. જોકે, તેમની સાથે અન્ય કોણ હતું તથા તે કયાં લઈ જવામાં આવ્યું હતું તે બાબતની હાલ તપાસ બાકી છે. આ ઉપરાંત, તેમણે કરેલી કબુલાત અનુસાર, કટર મશીનમા કેટલી પાસબુક ક્રશ કરાઈ છે તેની પણ તપાસ કરાશે. બીજી તરફ હિસાબનીશ દક્ષેશ કાછીયા પણ આ બધાથી માહિતગાર હોઈ તેની પણ સઘન પૂછપરછ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...