ઠાસરાના ભંગારવાડામાં આગ 8 કલાકની જહેમતે કાબૂમાં લેવાઈ

ફેબ્રુઆરી મહિનામાં પણ આગની ઘટના બની હતી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Umreth - ઠાસરાના ભંગારવાડામાં આગ 8 કલાકની જહેમતે કાબૂમાં લેવાઈ

ઠાસરાના પીપલવાડા રોડ ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં શુક્રવારે રાત્રે 12.30ના અરસામાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ટીમ પહોંચી હતી. જોકે ગોડાઉનમાં પડેલ લાકડા અને પ્લાસ્ટિકને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં, આસપાસના વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવા માટે ડાકોર, બાલાસિનોર, થર્મલ, નડિયાદ અને ઉમરેઠ ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. સવારે 9 વાગ્યે આગ સંપૂર્ણત: કાબુમાં આવી હતી.

પીપલવાડા રોડ ઉપર આવેલ ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ.

ઠાસરા પાલિકાની વધુ એક વખત પોલ ખુલી

ઠાસરા નગરપાલિકા થયે વર્ષો થવા છતાં હજી સુધી ઠાસરા પાસે પોતાનું ફાયર ફાઇટર નથી. છાશવારે બનતાં બનાવો, નગરજનોની રજૂઆતો છતાં આ મામલે કોઇ ગંભીરતા તંત્ર દ્વારા દાખવવામાં આવતી નથી. અવારનવાર આગના બનાવ બનતાં ડાકોર, નડિયાદ, ઉમરેઠ જેવા ફાયર ફાઇટરોની મદદ લેવી પડે છે. ત્યારે ઠાસરા પાલિકા પોતાનું ફાયર ફાઇટર વસાવે તેવી લોકમાંગણી પ્રવર્તિ રહી છે.

X
Umreth - ઠાસરાના ભંગારવાડામાં આગ 8 કલાકની જહેમતે કાબૂમાં લેવાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App