ઉમરેઠ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, તજવીજ શરૂ

ઉમરેઠ પોલીસે ચેકીંગ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી કારને અટકાવતા ત્રણ શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યા હતાં ...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Umreth - ઉમરેઠ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, તજવીજ શરૂ
પોલીસની પ્રાથમિક તપાસમાં તેઓ પીધેલી હાલતમાં જણાતા પોલીસે તેમના પર પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે, બાદમાં પોલીસને જાણ થઈ હતી કે, પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સ વિદ્યાનગરમાં બિલ્ડર પુત્રનું અપહરણનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ ભાગી છૂટ્યા હતા. જેને પગલે પોલીસે શનિવારે મોડી સાંજે ઉમરેઠ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને વિદ્યાનગર પોલીસને સોંપ્યા હતા.

ઉમરેઠ પોલીસે શુક્રવારે રાત્રે 11 કલાકે ઝડપી પાડેલા ત્રણેય શખ્સના નામ-ઠામની પૂછપરછ કરતાં રોશન ધુળા સોલંકી (રહે. લીમડી, ઝાલોદ), ધનો મોતી ધારી (રહે. માંડલી, કુંડા) અને ત્રીજો શખ્સ રાકેશ રમણ ભરવાડ (રહે. ભરવાડ ફળિયું, જેતપુર) હોવાનું ખૂલ્યું હતું. જોકે, આ બનાવમાં કાર સાથે નંબર પ્લેટ વગરની બાઈક અથડાવનારો આરોપી યુવક હજુ ફરાર છે. ઉમરેઠ પોલીસે બનાવમાં વપરાયેલી કાર કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રોહિબિશન ગુનામાં પકડાયા પછી ખબર પડી આરોપીઓએ વિદ્યાનગરના બિલ્ડરના પુત્રના અપહરણનો પ્રયાસ કર્યો’તો

ઈનોવા કાર સાથે બાઈક અથડાવનારો જ મુખ્ય સુત્રધાર

અપહરણની જ્યારે ઘટના બની તે પહેલાં મીહિરભાઈ પટેલની ઈનોવા કાર સાથે એક બાઈક ચાલકે તેનું બાઈક અથડાવ્યું હતું. જેને પગલે બાઈક ચાલક યુવક અને મીહિરભાઈ પટેલ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન પાછળથી મરૂન રંગની કાર આવી ચઢી હતી અને તેમણે અપહરણનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે કાર સાથે બાઈક અથડાવનારો જ મુખ્ય સુત્રધાર હોઈ શકે અને તેણે જ ટીપ આપી હોવાની સંભાવના હાલ જોવાઈ રહી છે.

સાંજે 8 કલાકે અપહરણનો નિષ્ફળ પ્રયાસ કર્યો

વિદ્યાનગર સ્થિત નાના બજારમાં શ્રીરામ બિલ્ડર્સ નામે જાણીતા બિલ્ડર ધીરૂભાઈ પટેલના પુત્ર મીહિરભાઈ પટેલ ઉર્ફે ભયલુ શુક્રવારે સાંજે આઠ કલાકે પોતાની ઓફિસેથી ઘરે આવ્યા હતા. દરમિયાન તેમના નાના બજાર સ્થિત ઘર પાસે જ મરૂન રંગની એક કાર આવીને ઊભી રહી ગઈ હતી. બીજી તરફ એક બાઈક ચાલકે તેમની કાર સાથે બાઈક અથડાવી હતી. જેને પગલે મીહિરભાઈ તેમની સાથે બોલાચાલી કરી હતી. એ સમયે પાછળથી આવેલી મરૂન રંગની કારમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા અને તેની સાથે ઝપાઝપી કરી તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જોકે, મીહિરભાઈએ બુમરાણ મચાવતા તમામ શખ્સો કાર લઈને રફુચક્કર થઈ ગયા હતા.

Umreth - ઉમરેઠ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, તજવીજ શરૂ
X
Umreth - ઉમરેઠ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, તજવીજ શરૂ
Umreth - ઉમરેઠ પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યું, તજવીજ શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App