તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલસર પ્રકરણમાં શિવસેનાએ પરિવારની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરાતાલુકાના કાલસર ગામની એક િકશોરીની વિધર્મી યુવકે કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી હતી. જે સંદર્ભે પોલીસે ગણતરીના સમયમાં હત્યારા યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન રવિવારે મધ્યગુજરાતના શિવસેનાના વડા અશોક શર્માએ કાલસર ગામે િકશોરીના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તા.23મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કાલસરની હાઈસ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી એક િહન્દુ કિશોરીને ગામના વિધર્મી યુવક નિશારઅહેમદ મુસ્તુફામિંયા મલેક સીમમાંથી પસાર થતી કેનાલ પાસે લઈ ગયો હતો.

્યારબાદ િકશોરીને કેનાલમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતાં ડાકોર પોલીસ મથકે ગ્રામજનોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. દરમિયાન િજલ્લા પોલીસવડા મનીન્દરસિંહ પવારે ભોગ બનનાર િકશોરીના પરિવારજનોને યોગ્ય ન્યાય મળશે અને હત્યારા યુવક સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એસ.ઓ.જી પી.આઈ ડી.એ.ચૌધરીએ અલગ અલગ આઠ ટીમો બનાવી હત્યારા નિશારઅહેમદ મલેકને ઉમરેઠ પાસેથી ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી પાંચ િદવસના િરમાન્ડ મેળવ્યા હતા. સોમવારે મૃતક િકશોરીનું બેસણું તેના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે. બનાવની જાણ મધ્યગુજરાત શિવસેનાના વડા અશોક શર્માને થતાં તેઓ કાલસર ગામે િકશોરીના પરિવારજનોને મળવા માટે આવ્યા હતા.

તેઓએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ડાકોર ખાતે ડો. હરેન્દ્ર પંડ્યાની મુલાકાત લઈ િકશોરીને ન્યાય મળે તે માટેની ચર્ચાઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...