• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠના વ્હોરવાડમાં જર્જરીત મકાન તૂટી પડતાં 3 મહીલાને ઈજા

ઉમરેઠના વ્હોરવાડમાં જર્જરીત મકાન તૂટી પડતાં 3 મહીલાને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠનગરના વ્હોરવા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મકાન ધડાકાભેર ધરાશય થત ત્રણ મહીલાઓને ઈજાઓ થવા પામી હતી અને તાત્કાલીક તેઓને સારમાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ વ્હોરવાડમાં છેલ્લા કેટલાય સમય થી એક વિવાદીત મકાન જર્જરીત હાલતમાં હતુ જેને ઉતારી લેવા માટે આજૂ બાજૂના રહીશો દ્વારા મકાન માલીકને દબાણ કરવામાં આવતુ હતુ અંગે સ્થાનિક નગરપાલિકા તંત્ર પણ જાણતુ હોવા છતા સદર મકાન ઉતારી લેવા માટે કોઈ કાર્યવાહી કરાઈ હતી, ત્યારે છેલ્લા બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે મકાન વધુ જર્જરીત થઈ જતા સવારના સમયે મકાન ની દિવાલ ધરાશય થઈ ગઈ હતી અને મકાનમાં કામ કરતી મહીલાઓ ને ગંભીર ઈજાઓ થવા પામી હતી અંગે વ્હોરવાડ પાસે રહેતા યુવાનોને જાણ થતા તેઓ તુરંત ઘટના સ્થળે આવી ગયા હતા અને બચાવકામગીરી શરૂ કરી ત્રણેય મહીલાઓને સહી સલામત ઘરની બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે દવાખાને મોકલી આપી હતી.

જર્જરિત મકાન ઉતારી લેવા માટે રજૂઆત કરાઈ હતી

અન્ય સમાચારો પણ છે...