તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth
  • ઉમરેઠમાં મહિલા જાગૃતિ શિબિરમાં ઉત્કર્ષની યોજના અંગે માહિતી આપી

ઉમરેઠમાં મહિલા જાગૃતિ શિબિરમાં ઉત્કર્ષની યોજના અંગે માહિતી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠનગરપાલિકા ટાઉનહોલ ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.જેમાં ઉમરેઠ તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓ ભાગ લીધો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મીનાક્ષીબેન પંડ્યા (ચેરપર્શન ગુજરાત મહિલા આર્થિક વિકાસ આયોગ ગાંધીનગર) ઉપસ્થિત રહી ગુજરાત સરકારની મહિલા ઉત્કર્ષ ની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમની શરૂઆત આંગણવાડી બહેનોની પ્રાર્થનાથી કરાઈ હતી.ત્યારબાદ સ્ટેજ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિ મહિલાઓને રાજ્યની વિવિધ યોજનાઓ અંગે મીનાક્ષીબેન પંડ્યા, કપિલાબેન ચાવડા વિગેરે નાઓએ જીણવટભરી માહિતી આપી હતી, કાર્યક્રમનું સંચાલન દેવયાની બહેને કર્યું હતું , તેમજ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીડીએસ વિભાગના જીગર શાહ તેમજ સ્ટાફે અથાગ મહેનત કરી હતી.

કાર્યક્રમમાં તેઓની સાથે હસાકુંવરબા રાજ, જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબેન ચાવડા, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસર કે.કે.પટેલ, બાળ વિકાસ યોજના અધિકારી એસ.એમ. વર્મા, હેતલ મકવાણા, ઉન્નતિબેન શુક્લ, પૂર્વીબેન ઠાકર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...