તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરદ પવાર આજે અમદાવાદમાં NCP કાર્યાલયનું ઉદઘાટન કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નળકાંઠામાં સિંચાઈ સુવિધા માટે મંગળવારથી ચકાસણી શરૂ

સાણંદનાનળકાંઠા વિસ્તારના 14 ગામો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે છેવટે સરકારે વિચાર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિવ્ય ભાસ્કરે વિસ્તારના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી સિંચાઈના પાણી માટે પડી રહેલી તકલીફનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, આગામી મંગળવારથી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધારવા માટે તમામ શક્યતાઓના વિકલ્પોની તાંત્રિક ચકાસણી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને વિસ્તારમાં સિંચાઈનું પાણી પુરુ પાડવા વિભિન્ન વિકલ્પોની તાંત્રિક ચકાસણી બે દિવસમાં શરુ કરાવી તેનો શક્યતાદર્શી અહેવાલ તાત્કાલિક તૈયાર કરવા માટેની સુચના આપી છે. અહેવાલ તૈયાર કરવા માટે વાપકોસ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જે પોતાની કામગીરી મંગળવારથી શરુ કરશે.

અનુસંધાને અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે સાણંદ, વિરમગામ અને બાવળા તાલુકાના પ્રાન્ત અધિકારીઓની તાકિદે બેઠક યોજીને સર્વે ઝડપથી થાય તેનું આયોજન હાથ ધર્યું હતું. ઉલ્લેખનિય છે કે, નળકાંઠા વિસ્તારમાં 32 ગામ આવે છે. જેમાંથી ફતેવાડી યોજના હેઠળ 18 ગામ, નર્મદા પિયત વિસ્તારના પાંચ ગામ અને 9 ગામ કોઈ પણ પિયત વિસ્તારમાં સમાવાયેલા નથી.

13 માર્ચે ‘દિવ્ય ભાસ્કર’એ ખેડૂતોને સિંચાઈ માટે પડી રહેલી તકલીફનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો.

છેવટે સરકારે નળકાંઠાના ખેડૂતો માટે વિચાર્યું

2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને

અમદાવાદ, રવિવાર, 19 માર્ચ, 2017 | 10

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો