તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠી પાસે બાઇક સવાર યુવાન પર સિંહણનો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે બચ્ચાવાળી સિંહણને લોકોએ પજવતાં વિફરી

તાલાલાતાલુકાનાં ઘુંસીયા ગામનો યુવાન અજયભાઇ નારણભાઇ જોટવા તેમનાં મિત્ર સાથે આકાળા ગામેથી બાઇક પર આવતો હતો ત્યારે ઉમરેઠી ગામનાં પાદરમાં બાપા સીતારામની મઢુલી પાસે બે બચ્ચાવાળી સિંહણને લોકોએ ઉશ્કેરી હોય રોડ ઉપર આવતા યુવાને બાઇક ઉભી રાખતા સિંહણે દોટ મુકી યુવાનનો પગ મોઢામાં લઇ યુવાનને બાઇક ઉપરથી પછાડી ખેંચી જવા લાગી હતી. સાથે રહેલા મિત્રએ સિંહણને પથ્થરો મારતા સિંહણ યુવાનનો પગ છોડી ભાગી ગઈ હતી. સિંહણનાં દાંટ યુવાનનાં પગમાં બેસી જતં ગંભીર ઇજા પામતાં તેને તાલાલા હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરયો હતો. ઘટનાની જાણ થતાં તાલાલા રેન્જનાં અધિકારી દોડી ગયા હતાં.

વિસાવદરમાં સિંહોએ વાછરડાનું મારણ કર્યું

વિસાવદરનાંખોડીયારપરા વિસ્તારમાં શુક્રવારનાં રાત્રીનાં સાવજોએ બે વર્ષનાં વાછરડાનો શિકાર કરી મારણની મીજબાની માણી હતી. વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા હોવાથી અને વન્ય પ્રાણીઓની અવર-જવરથી લોકોમાં ભયનો માહોલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો