તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેસાપુરામાં યુવક પર લોખંડની પાઇપથી હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ઠાસરા તાલુકાના જેસાપુરા ખાતે પોલીસમાં નામ આપવાને લઇને થયેલી તકરારમાં એક શખ્સે લોખંડની પાઇપથી હુમલો કરી ધમકી આપી હતી.

ઠાસરાના જેસાપુરા ખાતે રહેતા ચંદ્રસિંહ કેસરીસિંહ ચાવડાને નજીકમાં રહેતા અશ્વિન ઉર્ફે લાલો હરિશંકર ચાવડાએ તું મારૂ નામ ડિઝલ ચોરીમાં પોલીસને કેમ આપે છે ? તેમ કહી અપશબ્દો બોલી, ગળું પકડી, લોખંડની પાઇપથી ચંદ્રસિંહભાઇને છાતીમાં જમણી બાજુ મારતાં ફ્રેક્ચર થયું હતું. આરોપીએ ચંદ્રસિંહભાઇ ઉપર હુમલો કરી, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે તેઓએ ડાકોર પોલીસ મથકે અશ્વિન ઉર્ફે લાલો હરિશંકર ચાવડા તથા તેની સાથેના ચંદ્રપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, મથુર ટીનાભાઇ ચાવડા તથા વિક્રમસિંહ ચાવડા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

KDCC બેંકના વિભાગ-2...

આક્ષેપ સાથે મહેશ પટેલે ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકાર્યો હતો.જેમાં સુનાવણીમાં બંન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ટ્રીબ્યુનલ કોર્ટે બેંકના વિભાગ-2ની ચૂંટણી રદ કરી નવેસરથી પેટાચૂંટણી કરવાનો હુકમ કર્યો છે. આ ચૂકાદાના પગલે સહકારી ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે, અને ચુકાદાથી ભદ્રેશ શાહનું સભ્યપદ પણ રદ થતું હોવાનું અર્થઘટન કરાયું છે. આ બેંકના ચેરમેન ધીરૂભાઇ ચાવડા ભદ્રેશ શાહના મતથી ચેરમેન બન્યા હોવાનું જણાવાય છે.

ડાકોરમાં ઉપવાસ...

હોબાળો બચાવ્યો હતો અને પ્રશ્નોની ઉગ્ર રજુઆત કરી હતી. આ સમયે પાલિકા પ્રમુખ રાજેશભાઈ પટેલ અને ચીફ �અોફિસર આકાશ પટેલ પણ લોક રોષનો બોગ બન્યાં હતાં. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ભગવાનસિંહ ચૌહાણ પણ પહોંચ્યાં હતાં. ઠાસરાના પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારે ઉપવાસીની મુલાકાત લઇ કલેક્ટરને રજુઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા પહેલ કરવા તૈયારી દર્શાવી હતી. કલેક્ટર સાથે બેઠકમાં પૂર્વ પ્રમુખ અક્ષય પટેલ પણ હાજર રહ્યાં હતાં.

અનુસંધાન પાના નં.4 પરનું

અન્ય સમાચારો પણ છે...