• Gujarati News
  • National
  • સોજિત્રા કોલેજમાં પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

સોજિત્રા કોલેજમાં પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોજિત્રા | ભાઇકાકા સરકારી વિનયન અને વાણિજય કોલેજ, સોજિત્રામાં કોલેજના આચાર્ય ડો. અર્ચનાબેન ત્રિવેદીના અધ્યક્ષપદે ઉત્તરાયણ સલામતી સંદર્ભે કરૂણા અભિયાન અને પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ સંદર્ભે આચાર્ય ડો. અર્ચનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓએ સ્વયંની અને નિર્દોષ તથા અબોલ એવા જીવો પક્ષીઓ આદિની સલામતી અને સુરક્ષા અંગે જાગૃત થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...