• Gujarati News
  • National
  • અમરેલીમાં દિવ્ય ભાસ્કર આયોજીત ઓટો એક્સ્પોનું આજે ઉદઘાટન

અમરેલીમાં દિવ્ય ભાસ્કર આયોજીત ઓટો એક્સ્પોનું આજે ઉદઘાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસ સુધી જીમખાના ગ્રાઉન્ડમાં સવારના 11 થી રાતના 9 સુધી પ્રદર્શન : બાળકો માટે વિવિધ સ્પર્ધા યોજાશે

અમરેલીમાંસતત કંઇક નવુ કરવાની પરંપરા જાળવી રાખી દિવ્ય ભાસ્કર અમરેલી દ્વારા 10મી માર્ચથી 12મી માર્ચ સુધી અહિંના જીમખાના ગ્રાઉન્ડમાં ઓટો મોબાઇલ એક્સ્પોનું આયોજન કરાયુ છે. સવારે 11 કલાકે જીલ્લા કલેક્ટરના હસ્તે તેનું ઉદઘાટન કરવામાં આવશે.

મુખ્ય સ્પોન્સર અતુલ મોટર્સ પ્રા.લી. તથા કો-સ્પોન્સર જય ગણેશ ટોયોટાના સહયોગથી યોજાનારા ઓટો મોબાઇલ એક્સ્પો દરમિયાન જીલ્લાના લોકો સવારના 11 થી રાત્રીના 9 સુધી જીમખાના મેદાનમાં ટુ-વ્હીલરથી લઇ ફોર-વ્હીલરની વિશાળ રેન્જ એક છત્ર નીચે મેળવી શકશે. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુમ્મર, જીલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુમ્મર, ડો. ભરતભાઇ કાનાબાર, અમરેલી યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, પાલીકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, પટેલ મંડપના વજુભાઇ સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં જીલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા દ્વારા ઉદઘાટન કરાશે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં 15 વર્ષ સુધીના બાળકો માટે શનિવારે ડાન્સ કોમ્પીટીશન અને રવિવારે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશનનું આયોજન કરાયુ છે. અહિં અમરેલી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરાયુ છે. એક તરફ માર્ચના અંતમાં જાણે ડીસ્કાઉન્ટની સિઝન છે અને કંપનીઓની લાભદાયક સ્કીમો ચાલી રહી છે ત્યારે અહિં લોકો તેનો પણ લાભ મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...