તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોજિત્રામાં પરિણીતા પર ત્રાસ ગુજારાયો

સોજિત્રામાં પરિણીતા પર ત્રાસ ગુજારાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોજિત્રાનાભડકદમાં પરિણીતાને માર મારી તેના સાસરીયાઓએ ત્રાસ ગુજારતાં અંગેની ફરિયાદ સોજિત્રા પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સોજિત્રાના ભડકદ ખાતે રહેતા મયુરભાઈ દશરથભાઈ સોલંકીના લગ્ન તુલસીબેન સાથે થયા હતા. જોકે, થોડાં સમય પહેલાં પરિણીતાને તેના પતિ મયુરભાઈ સોલંકી સહિત તેના અન્ય સાસરીયાંઓ જેમાં સાસુ શકુબેન, નણંદ કાજલબેને શારીરિક-માનસિક ત્રાસ ગુજાર્યો હતો. તેના પતિએ તેને તું મને ગમતી નથી તેમ જણાવી તેને ગડદાપાટુનો માર માર્યો હતો. જેને પગલે તુલસીબેને સંદર્ભે સોજિત્રા પોલીસ સ્ટેશને તેના સાસુ, નણંદ તેમજ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...