સાધલી પીએચસીમાં કાયમી ડોક્ટરની નિમણૂક કરવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકાના સાધલી ગામે પાણીજન્ય રોગો સાથે તાવ, શરદી, ખાંસીના દર્દીઓ ઉભરાય છે અને તાજેતરમાં નુરાની પાર્કના એક યુવાનને કમળા સાથે ટાઈફોડનું નિદાન થતા વડોદરા ખાનગી દવાખાને દાખલ કરાયેલ છે. સવા કરોડના ખર્ચે મુખ્ય માર્ગ ઉપર બનેલ સરકારી દવાખાનામાં કાયમી ડોક્ટર નથી અને સ્ટાફ-નર્સ સહિત PHCની FHW છેલ્લા દોઢ વર્ષથી નથી છતા નઘરોળ આરોગ્યતંત્ર કુંભકર્ણની નિદ્રાંમાં પોઢેલ છે.

સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એસબીબીએસ અને આયુષી ડોક્ટરની જગ્યા હોવા છતાં હાલ બંને જગ્યા ખાલી છે. છેલ્લા દોઢ વર્ષથી પીએચસીના સાધલી સબ સેન્ટરની એફએચડબલ્યુ સતત ગેરહાજર હોવા છતા જગ્યા પુરાયેલ નથી અને ખાલી છે. ત્રણ સ્ટાફ નર્સની જગ્યા હોવા છતા હાલ એકમાત્ર સ્ટાફ નર્સના માથે સઘળુ ભારણ છે. સ્થાનિક રહેતા એકમાત્ર ફીક્ષ પગારવાળા મેલ વર્કરના માથે 7000થી વસ્તીના સાધલીનો ભાર છે. સાધલીમાં હાલમાં શરદી-ખાંસી, તાવ અને ઝાડા-ઉલટીના કેસો વધી ગયા છે. કમળાના દર્દીઓ ડોક્ટરના હોવાથી કાયાવરોહણ મુકામે ઝરાવવા જાય છે. નુરાની પાર્કમાં રહેતા મહંમદ સજાકને કમળો અને ટાઉફોડનું નિદાન થતા હાલમાં વડોદરા ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...