તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Sinor
  • શિનોરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવાની સેવા 3 માસથી બંધ

શિનોરના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવાની સેવા 3 માસથી બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર તાલુકા મથકે જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવાની સેવાઓ છેલ્લા બે ત્રણ માસથી બંધ રહેતા આધાર કાર્ડથી વંચિત પ્રજાજનો ભારે મુશ્કેલીમાં આવી ગયા છે. સરકારી દરેક યોજનામાં આધાર કાર્ડની આવશ્યકતા હોઈ કેટલાય લોકો સરકારની યોજનાથી આધાર રાક્ડને લઈને વંચિત રહેવાની દહેશત ઉભી થઈ છે. આધાર કાર્ડ કાઢવાનો ઈજારો આપનાર કંપની દ્વારા ઓપરેટરનો પગાર છેલ્લા 21 માસથી નહી અપાતા આધાર કાર્ડ કાઢવાની સેવા બંધ થઈ હોવાનું જાણવા મળેલ છે.

શિનોર તાલુકા મથકે જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવાની સેવાઓ ખાનગી કંપનીના ઈજારદાર એજન્સીના કર્મચારીઓ દ્વારા મામલતદાર શિનોરની નિગરાણી હેઠળ ઉપલબ્ધ હતી. આધાર કાર્ડ દરલેક વ્યક્તિ માટે જરૂરી બની ગયેલ છે. બેંકીંગ, લોન, સરકારની વિવિધ યોજનાઓમાં આધાર કાર્ડ લીંક કરવું ખૂબ જરૂરી છે. શિનોરની મામલતદાર કચેરી ખાતેના જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડ કાઢવાની સેવાઓ ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ માસથી આ સેવાઓ બંધ થતા આધાર કાર્ડ વંચિત લોકોમાં રોષ ફાટ્યો છે.

અન્ય સમાચારો પણ છે...