સાધલીમાં BSNL એક્સચેન્જ કાર્યાલય રણીધણી વિનાનું

કમ્પલેઇન નંબર પર રિંગો પૂરી થવા છતાં કોઇ ઉપાડનાર નથી ફરિયાદ નોંધાવે 7 દિવસ થવા છતાં કોઈ કર્મી ફરકતો નથી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:31 AM
Sinor - સાધલીમાં BSNL એક્સચેન્જ કાર્યાલય રણીધણી વિનાનું
શિનોર તાલુકાના સાધલી ખાતે આવેલ બીએસએનએલનું એક્સચેન્જ કાર્યાલય હાલ રણીધણી વિનાનું મુંગુ બનેલ છે. કમ્પલેઇન નંબર 241298 પર ત્રણ ત્રણ રિંગો પુરી થવા છતાં કોઇ ઉપાડનાર નથી. 241278 નંબર લેન્ડલાઇનથી કમ્પલેઇન સાત દિવસથી નોંધાવા છતાં રેડિયાળ તંત્ર દ્વારા સોલ્વ થતું નથી. આવા રેઢિયાળ તંત્રના કારણે જ લેન્ડલાઇન બંધ થઇ રહ્યાં છે.

સાધલી ટેલિફોન એક્સચેન્જ કાર્યાલયમાં વરસોથી લેન્ડલાઇન વાપરતાં ગ્રાહક નં. 241278 દ્વારા ફરિયાદ નોંધાવે સાત સાત દિવસો થયા છતાં કોઇ કર્મચારી ફરકતો જ નથી. આજરોજ ઓફિસના હેડ ફોન નંબર પર ત્રણ ત્રણ રિંગો પુરી કરવા છતાં આ અધિકારી દ્વારા ફોન ઉપાડાયેલ નથી. સાધલી ગામે અગાઉ 3-3 લાઇનમેનો હતાં આજે નવા મુકેલાને સ્થળ ગામોનો પુરો અનુભવ નથી. ચાર્જમાં મુકાયેલ ઓફિસર કયા મૂડમાં હોય છે તેની ખબર પડતી નથી. 241278ના ગ્રાહક સીનીયર સિટિઝન આશરે 72 વર્ષના હોય વરસોથી લેન્ડલાઇન ...અનુસંધાન પાના નં.2

X
Sinor - સાધલીમાં BSNL એક્સચેન્જ કાર્યાલય રણીધણી વિનાનું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App