તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિનોર પંથકમાં સતત બે દિવસથી મેઘમહેર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિનોર પંથકમાં પ્રથમ વરસાદ વાવણીલાયક થતાં પંથકમાં ખેડૂતો ખેતીકામમાં જોતરાઇ ગયા છે. ગઇકાલે પડેલ સાંબેલાધાર વરસાદથી નદી અને નાળા છલકાઇ ગયા હતા. શિનોરના રેલ્વે ગરનાળા નીચે પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઇ હતી. નવા બનેલા આઇ.ટી.આઇ. તલાવડીમાં ખેતરોનું પાણી રેલ્વે ટ્રેક સાઇડમાંથી સુરાશામળના રસ્તા સુધી ફેલાયું જવા પામ્યું હતું. જ્યારે આઇ.ટી.આઇ. પાસે બનાવેલ માર્ગ ડુબી ગયો હતો અને ખાડી પડી ગઇ હોવાનું જણાયું હતું.

શિનોર પંથકમાં ચોમાસાની જમાવટ થઇ છે. અત્યાર સુધીમાં ત્રણ વખત સાંબેલાધાર વરસાદ પડ્યો છે. સીમમાં ખેતરો બહાર પાણી નીકળી ગયેલ છે. વરસોથી રેલ્વે ગરનાળા નીચે પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહારને અસર થઇ છે. અહીં કાંસ બનાવ્યા બાદ પણ પાણી નીકળતું નથી.

ભારે વરસાદના કારણે માલસરના રોડ પરનું નાળુ બેસી જવા પામ્યું છે. જ્યારે ગામમાં પણ વરસાદથી ઘુંટણસમા પાણી ભરાઇ જવા પામ્યા હતા.શિનોર પંથકમાં કપાસ ઉછેરેલાની પિયત થવા પામ્યું છે.

આમ ચોમાસામાં અનેક રોડ ધોવાઇ ગયાના અહેવાલ છે. આમ સતત બે દિવસથી વરસેલા વરસાદના કારણે શિનોર પંથકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભારિ જવા પામ્યા હતા. જેના પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

શિનોર પંથકમાં બે દિવસથી સતત વરસતા વરસાદના કારણે ઠેેર ઠેર પાણી ભરાયા હતા.તસવીર જગદિશ વાળંદ

અન્ય સમાચારો પણ છે...