‘ઓખી’ની જિ.માં અસર: પાકને નુક્સાનની ભીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે ગુજરાતનાં દરિયાકાંઠા પર ‘ઓખી’ સાયકલોન 125 કિમીની ઝડપે પસાર થવાની હોવાની આગાહી હતી. ત્યારે સમુદ્રી તોફાનની અસર ડભોઇ પંથક પર તો છેલ્લા બે દિવસોથી જોવા મળી રહી છે. પંથક પર રવિવારથી વાદળછાયા વાતાવરણે કબજો લઇ લીધો છે. તેમાંય સોમવારે તો વહેલી સવારથી સમગ્ર દિવસ દરમિયાન જાણે હમણાં માવઠું આવશેની જેમ વાદળો તો મંડાઇ ગયાં હતા. જ્યારે સાંજે તો અમીછાટણાંની પણ શરૂઆત થઇ ચુકી હતી. બાદ માવઠું થતાં જનજીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું.

એટલું નહીં સમુદ્રી તોફાનની ભારે અસર પંથકની ખેતી પર પણ વર્તાઇ છે. હાલ ખેતરોમાં તુવેરો, કપાસ થઇ રહ્યા છે. જ્યારે ડાંગર તો હાલ કટિંગ થઇ રહી છે કેટલાંય ખેડૂતો કોથળા ભરીને કે કોથળા ભરવાની તૈયારીઓમાં છે. તુવેરની સ્થિતિ જોવા જઇએ તો આવા વાદળછાયા વાતાવરણને લઇને તુવેર પર આવેલાં ફૂલો પણ ગરી પડયાં છે.

કપાસમાં ભેજ આવી ગયો છે. સાથોસાથ માવઠાથી પાકોમાં રોગચાળો પણ પુષ્કળ પ્રમાણમાં આવવાની ભીતિ ખેડૂતોમાં થઇ રહી છે. તેજગઢ, શિનોર, છોટાઉદેપુર, નસવાડીમાં પણ વાતાવરણમાં પલટો આવતાં પાકને અસર થઇ હતી. આમ ‘ઓખી’ સાયકલોનથી પંથકની ખેતીને પણ ભારે નુકસાન થઇ રહ્યુ છે, જ્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું.તુવેરોનાં ફૂલો ખરી પડતાં સીંગો આવે નહીં તેવી શક્યતા

^છેલ્લાબે દિવસોથી વાતાવરણ બદલાતાં ખેતીમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને તુવેરોનાં ફૂલો ખરી પડવાથી હવે સીંગો આવે તેમ નથી.>વીછીયાભાઇ રાઠવા,ખેડૂત

માવઠાના પગલે કપાસ, ડાંગર, તુવેરોના પાકનેે ભારે નુકસાન થશે

^સમુદ્રીતોફોને જનજીવનતો અસ્તવ્યસ્ત થયું છે.માવઠું થતાં ખેતીમાં કપાસ,ડાંગર અને તુવેરોને ભારે નુકસાન કરતાં ખેડૂતો બેહાલ થઇ રહ્યા છે. ઠંડી વધતાં લોકોને બપોરે પણ સ્વેટર પહેરવાની ફરજ પડી રહી છે.>નરેન્દ્ર પટેલ,ખેડૂત

ડભોઇ, કરજણ, છોટાઉદેપુર, નસવાડી, તેજગઢ, શિનોર સહિત જિલ્લામાં અનેક સ્થળે વાતાવરણમાં પલટો

ડભોઇ પંથકમાં ઓખીની અસરથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પાકને બચાવવામાં જોતરાયા.હેમંત પાઠક

છોટાઉદેપુરણમાં વાતાવરણમાં આવેલા પલટાથી વાદળિયા માહોલ સર્જાયો હતો.તસવીર -વિવેકરાવલ

‘ઓખી’ વાવાઝોડાને લઇને છોટાઉદેપુર જિલ્લાના તંત્રને એલર્ટ

સંખેડા.ઓખી વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખીને છોટાઉદેપુર જિલ્લાના તંત્રને એલર્ટ રખાયું છે. તમામ તાલુકાઓના કંટ્રોલરૂમ ચાલુ રખાયા છે. એપીએમસીઓને પણ તકેદારી રાખવાની જાણ કરાઇ હોવાનું છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર શાખાએ જણાવ્યું હતું.

કરજણ પંથકમાં માવઠાથી ખેડૂતોમાં ચિંતા

કરજણકરજણમાં પણ સોમવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને વરસાદી માહોલ છવાયો હતો. બાદ માવઠું થતાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની સંભાવના જોવાઇ રહી છેે. જેમાં કપાસ, તુવેર અને મરચીના પાકમાં ઈયળોનું પ્રમાણ વધવાની સંભાવના છે. તો ખેતીમાંથી ફાલ પણ ગરી જવાની શક્યતા છે. ત્યારે ખેડૂતોમાં ચિંતા થવી સ્વાભાવિક છે.‘ઓખી’ વાવાઝોડાને લઇને છોટાઉદેપુર જિલ્લાના તંત્રને એલર્ટ સંખેડા. ઓખી વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખીને છોટાઉદેપુર જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તમામ તાલુકાઓના કંટ્રોલરૂમ ચાલુ રખાયા છે. એપીએમસીઓને પણ તકેદારી રાખવાની જાણ કરાઇ હોવાનું છોટાઉદેપુર જિલ્લા ડિઝાસ્ટર શાખાએ જણાવ્યું હતું.

‘ઓખી સાયકલોનથી વાદળિયું વાતાવરણ સર્જાયા બાદ સાંજે માવઠું થતાં કપાસ, તુવેર, ડાંગરના પાકને નુકસાન

અન્ય સમાચારો પણ છે...