ભાસ્કર ન્યુઝ|શિનોર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|શિનોર

શિનોરતાલુકાના પુનીયાદ ગામની પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ વિધાર્થીઓ ખેલ મહાકુંભ 2016-17 અંતર્ગત સ્પર્ધામાં, સાઇકલ સ્પર્ધામાં વિધાર્થી રાજય કક્ષાએ પ્રથમ અને 100 મીટર દોડમાં વિધાર્થીની ત્રીજા નંબરે આવતા શાળા પરીવાર અને ગ્રામજનો ધ્વારા પુષ્પહાર અને પ્રેાત્સાહન ઇનામ આપી ઢોલ નગારા સાથે બન્ને વીધાર્થીઓને ટ્રેકટરમાં બેસાડી શોભાયાત્રા કાઢતા ગ્રામજનો ઉત્સાહભેર જોડાઇ ને પ્રેાત્સાહન પુરૂં પાડેલ છે.

દિવ્યાંગ ખેલ મહાકુંભ 2016-17 ની વીવીધ સ્પર્ધાઓ પૈકી સાઇકલ સ્પર્ધામાં શિનોર તાલુકાના પુનીયાદ ગામની પ્રાથમીક શાળામાં ધો.7 માં અભ્યાસ કરતો દિવ્યાંગ વિધાર્થી અજયદ બાબુભાઇ વસાવા રાજયકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જયારે 100 મીટર દોડની સ્પર્ધામાં આજ સ્કુલની દિવ્યાંગ વિધાર્થીની હિનાબેન લક્ષ્મણભાઇ વસાવા ધો.8, તૃતીય સ્થાન મેળવી પુનીયાદ ગામ અને શાળા તેમજ શિનોર તાલુકાનું ગાર્રવ વધાર્યુ હતુ. શાળા પરીવાર તથા ગામ ના આગેવાનો ધ્વારા આજરોજ બન્ને વિધાર્થીઓને પ્રેાત્સાહન ઇનામ આપી સમ્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...