તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ, શિનોર તાલુકામાં શાળા પ્રવેશોત્સવનો આરંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણથી પાયા માંથી નિરક્ષરતા દૂર થાય તેવા હેતુથી છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે જૂન માસના નવા સત્રથી શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવે છે.જે મુજબ ડભોઇ નગર અને તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ ચાલુ વર્ષમાં શાળા પ્રવેશોત્સવ ચાલુ થઇ ગયેલ છે.જેમાં આજરોજ ડભોઇ તાલુકાની 60 શાળાઓમાં પ્રવેશ કર્યકામ યોજાયો હતો.જેમાં આશરે કુલ 1050 જેટલા બાળકોએ પ્રવેશ મેળવેલ હતો.

તાલુકાની વિવિધ કચેરીઓના આધિકારીઓ માં પ્રાન્ત અધિકારી ખ્યાતીબેન પટેલ તાલુકાનાં નડા ખાતે અને વિસ્તાર નાં ધારા સભ્ય બાલકૃષ્ણભાઇ પટેલ કાયાવરોહણ અને કરનાળી ખાતે ઉપસ્થિત રહી નવીન પ્રવેશ મેળવતા બાળકોને પ્રાત્સાહીત કર્યા હતાં. અને તેઓનાં હસ્તે દફ્તર, પેન, પેન્સીલો, ચોપડાંઓ, ડ્રેસ નું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. શાળામાં પ્રવેશ લેતા બાળકોની સાથે તેમની સાથે હાજર રહેલ વાલીઓને શિક્ષણનું મહત્વ શું છે તે બાબતની સમજ આપી વાલીઓ તથા બાળકો ને પ્રોત્સાહીત કર્યા હતાં.

શિનોર|શિનોરતાલુકા મથકે પ્રાથમિક કન્યાશાળા, કુમારશાળા અને આંગણવાડીના કુલ 58 જેટલા બાળકોના શાળા પ્રવેશોત્સવ આસીસ્ટંટ કમીશ્નર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની અધ્યતક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગામના અગ3ણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે શાળામાં અભ્યાસ કરેલ ગૌરવંતી કન્યાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

શિનોરની પ્રાથમિક કન્યાશાળાના પટાંગણમાં આજ રોજ પન્નાબેન મોમાયા (આસીસ્ટંટ કમીશનર ઓફ પોલીસ , ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ) ના અધ્યક્ષ સ્થાને શિનોરની પ્રાથમિક કન્યાશાળા અને કુમારશાળા તેમજ આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...