તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Shehera
  • હાંસાપુર પ્રાથમિક શાળા પરથી જીવંત વિજવાયરો પસાર થતા છાત્રોમાં ગભરાટ

હાંસાપુર પ્રાથમિક શાળા પરથી જીવંત વિજવાયરો પસાર થતા છાત્રોમાં ગભરાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાના પરા વિસ્તારમાં હાંસાપુર પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધો.1થી 5નો સમાવેશ થાય છે. 100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક શાળાની અંદર પ્રવેશ કરીએ ત્યારે એક 11 કે.વી.ની લાઇન પસાર થાય છે. જયારે પાછળની બાજુએ પણ શાળાના કેટલાક હિસ્સામાંથી બીજી વીજ લાઇન પસાર થાય છે. આથી શાળાના આચાર્ય દ્વારા આની ગંભીરતા સમજી વર્ષ 2016માં એમજીવીસીએલને બે વખત અને વર્ષ 2017માં એક વખત લેખિતમાં જાણ ...અનુ. પાન નં. 2

શહેરાની હાંસાપુર પ્રાથમિક શાળા ઉપરથી જીવંત વિજવાયરો પસાર થતા વિદ્યાર્થીઓના જીવ ઉપર ખતરો મંડાઇ રહ્યો છે. તસવીર શ્યામલ પટેલ

કોઇ દુર્ઘટના બને તો કોણ જવાબદાર ?
શાળામાં પસાર થતા જીવંત વાયરો સત્વરે હટાવવામાં આવે કેમ કે શાળા પટાંગણમાં વૃક્ષો કોઇક દિવસ વા વંટોળ કે વરસાદ વચ્ચે કરંટ ઉતરે તો અને કોઇ અઘટના બને તેના માટે કોણ જવાબદાર રહેશે ? તાજેતરમાં જ વડોદરા ખાતે પણ વિજ કરંટ લાગવાથી પિતા પુત્ર મૃત્ય પામ્યા હતા. પ્રિકેશ એન.પટેલ, આચાર્ય હાંશાપુર પ્રા.શાળા

અન્ય સમાચારો પણ છે...