Divya Bhaskar

Home » Madhya Gujarat » Panchalmahal » Shahera » Shehera - શહેરા વિસ્થાપિત કોલોનીમા ં2002થી આજદીન સુધી સુવિધાના નામે મીંડું

શહેરા વિસ્થાપિત કોલોનીમા ં2002થી આજદીન સુધી સુવિધાના નામે મીંડું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:15 AM

તગડા વેરા ભરવામાં આવતા હોવા છતા કોલોની પ્રત્યે ઓરમાયું વર્તન

  • Shehera - શહેરા વિસ્થાપિત કોલોનીમા ં2002થી આજદીન સુધી સુવિધાના નામે મીંડું
    શહેરા નગરમાં આવેલ વિસ્થાપિત કોલોનીમાં રોડ, ગટર લાઈન તેમજ સફાઈના અભાવના કારણે જ્યાં જુઓ ત્યાં ગંદકીના સામ્રાજ્ય હોવાથી રોગચાળો ફેલાવાની સંભાવના. જિલ્લા કલેકટર સહીતના વહીવટી તંત્રને રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ ધ્યાન દોરવામાં આવ્યું ન હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયેલો જોવા મળે છે.

    શહેરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 માં વિસ્થાપિત કોલોની છે, જેને વચ્છેસર કોલોની તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અંદાજે 70 જેટલા મકાનો આવેલા છે જેની સ્થાપના 2002 માં કરવામાં આવી છે કોલોનીની સ્થાપનાથી આજદિન સુધી અહીં કોઈ રોડ - રસ્તો કે ગટર લાઈનની સુવિધા કે સફાઈ કામદાર દ્વારા સફાઈ કરવામાં આવી નથી. સફાઈના અભાવે રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીંના સ્થાનિકોને સતાવી રહ્યો છે. કોલોનીમાં રહેતા સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર લેખિત

    ...અનુ. પાન. નં. 2

    સૂચના આપી સફાઈ શરૂ કરી દેવામાં આવશે

    જયારે વિસ્થાપિત કોલોનીમાં સુવિધાઓના અભાવ અંગે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે વિસ્થાપિત કોલોનીની રજુઆત મારી પાસે આવી ગઈ છે. તેઓની રસ્તા અને લાઈટ માટેની માંગને આગામી સામાન્ય સભામાં નિકાલ થાય તેવા પ્રયત્નો કરાશે તેમજ કોલોનીમાં સાફ સફાઈ અંગે સુપર વાઇઝરને સૂચના આપી આવતી કાલથી સફાઈ શરૂ કરી દેવામાં આવશે.એ.એસ પટેલ,ચીફ ઓફીસરન.પા. શહેરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending