તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરામા જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવવા લાઇનો લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે જે કોઇ પણ લોકો છે તેઓએ પોતાના બેંક ખાતા જનધન યોજના હેઠળ ખોલાવી લેવા. અને હવે લોકો જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલાવવા પડાપડી કરવા લાગ્યા છે.

કેન્દ્રમાં ભાજપા સરકાર સતારૂઢ થઇ તેના થોડા સમયમાં જનધન યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં દરેક લોકોએ પોતાનું બેંક ખાતુ ખોલાવવુ પરંતુ તે સમયે કોઇએ આનુ મહત્વ સમજયુ નહી અને ખાતા લોવાવ્યા નહી પરંતુ 8 નવેમ્બરથી જુની 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે થી લોકોને જનધન યોજનાનું મહત્વ ખબર પડયુ હોય તેવુ લાગી રહયુ છે. જેના અનુસંધાનમા઼ શનીવારથી મામલતદાર કચેરીએ જનધન યોજનાનો પ્રારંભ કરવામાંઆવ્યો છવે. જે તા.12 ડીસેમ્બર સુધી ચાલશે. શનીવારના રોજ ચાલુ થયેલી યોજનામાં શહેરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બીઓબી તેમજ પંચમહાલ વડોદરા ગ્રામીણ બેંકના કર્મચારીઓ સવારથી મામલતદાર કચેરીની બહાર આવલી પરીસરમાં પોત પોતા બેંકના બેનર લગાવી જનધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવા માટેની અરજીઓ સ્વીકારતા નજરે પડયા હતા. જેમાં સવારના 11 કલાકે ચાલુ થયેલી કાર્યવાહી સાંજે 5:30 વાગે આટોપવામાં આવી હતી. જેમાં 525 જેટલી અરજીઓ ખાતા ખોલવા માટે આવી હતી.

નોટો બંધ થતાં લોકોને રહી રહીને ખાતાની મહત્વતા સમજાઇ

શહેરા મામલતદાર કચેરીએ જનધન યોજનાનો પ્રારંભ થતા લોકો ખાતા ખોલાવવા ઉમટી પડયા હતા. તસવીર-શ્યામલપટેલ

બેંક ખાતા ખોલાવવા પડાપડી કરવા લાગ્યા છે

અન્ય સમાચારો પણ છે...