• Gujarati News
  • વાહનની ટક્કરે આવતાં બાઇક ચાલકનું મોત

વાહનની ટક્કરે આવતાં બાઇક-ચાલકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરામાંકાંકરી ગામે રહેતો રમેશભાઇ બામણીયા(ઉવ.35) ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે રાતે રમેશભાઇ કોઇ કામ અર્થે બહાર ગયો હતો. અને રાતે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો. ત્યારે શહેરાથી ચાર કિમી દૂર ખરેડીયા ગામ પાસે કોઇ અજાણ્યા વાહને તેની બાઇકને ટકકર મારતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પેાલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહેાંચી હતી. જ્યાં લાશનું પંચનામુ કરી પીએમ માટે મોકલી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.