શહેરામાં સફાઇ કામદારો દ્વારા વિજળીક હડતાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા નગર પાલીકાના સફાઇ કામદારોએ વિજળીક હડતાળ પાડતા નગરમાં જયાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી તેઓને ફાળવેલા પ્લોટ માટે તેમજ તમામ સફાઇ કામદારોને કાયમી કરવાના આગ્રહને લઇ વિજળીક હડતાળ ઉપર ઉતરી પડયા છે.

વર્ષ 2005થી પાલીકા અસ્તિત્વમાં આવી ત્યારથી સફાઇ કામદારો દ્વારા પડતર માંગણીઓ તેમની છે. સમયાંતરે માંગણીઓ પણ સ્વીકારવામાં આવી. સફાઇ કામદારો રોજે રોજ યોગ્ય સફાઇ પણ કરે છે. પરંતુ તેઓને છેલ્લા બે વર્ષથી સલામપુર(પરા)માં સર્વે નંબર 674માં 77 જેટલા સફાઇ કામદારોને આવાસ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ આજદિન સુધી તેઓને માપણી કરી આ જમીનના પ્લોટ ફાળવ્યા નથી. તો તેઓની વર્ષોની તેમની નોકરીમાં કાયમી કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે મંગળવારે તમામ સફાઇ કામદારો પોતાની માંગણીઓ સંતોષાઇ નથી તેના કારણે વિજળીક હડતાળ પર ઉતરી ગયા હતા. જયાં દેખા ત્યાં ગંદકીના ઢગલા નજરે પડે છે. જેના કારણે મુંગા પશુઓ પણ ગંદકીના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીઓ આરોગતા નજરે પડયા હતા.

કામદારોને કાયમીની પ્રક્રિયા પ્રગતિમાં છે
પાલીકાના સફાઇ કામદારો તેઓની માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. અને તેઓના મુખ્ય બે પ્રશ્નો છે. તેમાં તેમને ફાળવેલી જમીન હેતુફેર માટે કલેકટર કચેરીમાં મોકલી આપવામાં આવી છે. સાથે જ તમામ સફાઇ કામદારોમાંથી 50ટકા જેટલા કામદારોને કાયમી કરવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. આમ તેઓની લાગણી અને માંગણીઓને ઉપલા તંત્ર સુધી પહોંચડવામાં આવી છે. એમ.એમ.ગણાસવા, સીઓ, ન.પા.શહેરા

અન્ય સમાચારો પણ છે...