તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • Shehera
 • બામરોલીમાં ખેતરમાંથી માટી લેવાની ના પાડતા 1 પુરુષ, 2 સ્ત્રી પર હિચકારો હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બામરોલીમાં ખેતરમાંથી માટી લેવાની ના પાડતા 1 પુરુષ, 2 સ્ત્રી પર હિચકારો હુમલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાનાબામરોલી ગામે રહેતા પ્રવીણભાઇ પારગી પોતાના પરિવાર સાથે રહે છે. હમણા શિયાળો પુરો થતા રવિ પાક લેવાતા ઘઉંની કાપણી માટે પ્રવિણના ભાભી તેમજ તેઓની પત્ની પાંચ દાઢીયા સાથે તેઓના ખેતરમાં જતા હતા. ત્યારે થોડી વાર પછી એટલે કે 10.30 વાગ્યે પ્રવિણ પણ ખેતરમાં જતા હતા. ત્યારે જયાં ઘઉં થયેલા છે તે ખેતરની બાજુમાં પણ તેઓનું ખેતર આવેલ છે. તેના સેઢા પરની માટી ગાના ડાહ્યાભાઇ ગઢવી અને તેમનો છોકરો નામે ભુરાભાઇ બંને જણા તેમના ટ્રેકટરથી પાવડા વડે ચેકડેમમાં માટી નાંખી પુરત કરતા હતા. જેથી પ્રવિણે તેઓના ખેતરના સેઢામાંથી માટી નહી કાઢવાનું કહેતા અચાનક ઉશ્કેરાઇ બંને બાપ દિકરાએ કહયુ કે જમીન તો અમારી છે. અને તેઓને જાતિ અપમાનિત શબ્દો બોલવા લાગ્યા અને કહેતા કે તમે તો સંતરામપુરથી આવેલા છો, અને અમારી જમીન મચાવી પાડી છે. તમને તો પાછા તમારા વતન સંતરામપુર મોકલી આપવાના છે. બંને બાપ બેટા એટલેથી અટકતા તેઓએ પ્રવિણે કહયુ કે બાપદાદાના વખતથી જમીન અમારી છે. તમને અહીંયા વસાવ્યા ખોટા છે અને ડાહયા ગઢવીનો લોકરો ભુરાભાઇએ જણાવ્યુ હતુ કે સેવાસેતુ કાર્યક્રમમાં પણ ચેકડેમ બાબતે આપણી વિરુદ્ધ રજુઆત કરી હતી. અને દરેક કામોમાં પ્રવિણભાઇ વચ્ચે આવી અમને નડે છે. તો તેને આજે જીવતો નહી છોડીઅ આમ કહી તેના પર બંને બાપ બેટા તૂટી પડયા હતા. આપી પ્રવિણભાઇએ બુમાબુમ કરતા નજીકના ખેતરમાં કામ કરતા તેઓના ભાભી તેમજ પત્ની અને દાડીયા છોડાવવા પડતા તેઓ પર પણ હિચમારો હુમલો કર્યો હતો. ઝઘડામાં ઘાયલ થયેલા લાકોએ તેઓને શહેરા સરકારી દવાખને અને પ્રવિણભાઇને જે.બી.હોસ્પિ.માં સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે પ્રવિણભઇની ફરીયાદના આધારે એટ્રોસિટીનો ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

તમામ ઇજાગ્રસ્તોને શહેરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા

જાતિ અપમાનિત શબ્દો બોલી માર મારતા એટ્રોસિટીની ફરીયાદ નોંધાવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો