તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરામાં તલાટીના નકલી સહિ સિકકા બનાવનારની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરા તાલુકાના બોરીયાવી ગામે રહેતા બાબુભાઇ વાલાભાઇ ચમાર જેઓ છેલ્લા કેટલાક સમયથી લોકોના આવાસથી લઇ અન્ય સરકારી કામકાજ કરી આપતો હતો.આ કામકાજ દરમ્યાન તે નાંણાકિય લાભ મેળવી સરકારી સહાયના ફોર્મ ભરાવી તે કામગીરી માટે શહેરા તાલુકા પંચાયતમાં વિવિધ વિભાગમાં ફરતો હતો.ત્યારે સોમવારના રોજ બોરીયાવી ગ્રામ પંચાયતના વોર્ડનૈ-5ન સભ્ય રમણભાઇ ચમારને સમગ્ર બાબત ધ્યાને આવી હતી અને તેઓ બાબુભાઇને જાણ થાય તે રીતે તેઓ તેમનુ ધ્યાન રાખતા હતા સોમવારના રોજ બપોરે રમણભાઇએ લાભી અને બોરીયાવી ગ્રામ પંચાયતમાં ત.ક.મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ મહેન્દ્રસિંહ બારીયાને જાણ કરી હતી કે હાલમાં તે શહેરા તાલુકા પંચાયતે છે. જેની જાણ થતા પ્રવિણસિંહ બારીયા દ્વારા બાબુભાઇની થેલી આંચકી લીધી હતી. તેમાં તપાસ કરતા તેમાંથી અલગ અલગ સિક્કા મળી આવ્યા હતા. જેમાં જીલ્લા પંચાયત વિભાગના ગ્રામ પંચાયત તથા તલાટીના સિક્કા મળી આવ્યા હતા સાથે સાથે લોકોના દસ્તાવેજ , આવાસોના લાભાર્થીના ફોટા બીજા અન્ય મુખ્ય દસ્તાવેજો મળી આવ્યા હતા. આથી તલાટી પ્રવિણસિંહ બારીઆએ તેને ઝડપી પાડી બનાવટી સિક્કાઓ બનાવી તથા ખોટી સહિઓ કરીને લાભાર્થીઓ પાસેથી 5000 રુપીયા જેટલા નાંણા ઉઘરાવી લઇ તેઓ સાથે છેતરપીંડી કરનાર અને સરકારી કર્મચારીઓના બનાવટી સિક્કાઓ બનાવી સહિઓ કરનાર શખ્સ બાબુભાઇ વાલાભાઇ ચમાર ને શહેરા પોલીસ મથકે સોંપી ફરીયાદ નોંધાવી હતી.પોલીસ દ્વારા તલાટી કમ મંત્રી પ્રવિણસિંહ બારીઆની ફરીયાદના આધારે ગુનો દાખલ કરી તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે શખ્સ દ્વારા પાછલા કેટલા સમયથી ગામડાની અભણ અને ભોળી પ્રજાને ઉલ્લુ બનાવી હશે.

બનાવટી સિક્કાઓ ઉપર ખોટી સહિઓ કરી તાલુકા પંચાયત ખાતેથી લાભાર્થીઓના નાંણા ઉઘરાવી છેતરપીંડી કરવામાં આવતી હતી

શહેરામાં તલાટીના નકલી સહિ સિકકા બનાવી બાબુભાઇ ચમારે સરકારી કામમાં ગેરરિતી આચરી હતી. તસવીરશ્યામલ પટેલ

બનાવટી સિક્કા સાથે ઝડપી પાડી પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ

અન્ય સમાચારો પણ છે...