તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Shehera
  • ગાયત્રી પરિવાર દ્વારા રકતપિતના દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયું

ગાયત્રી પરિવાર દ્વારા રકતપિતના દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાતાલુકા આરોગ્ય કચેરી ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની પુણ્યતિથિ તેમજ ગાયત્રી પરિવાર દાહોદ દ્વારા રકતપિતના દર્દીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તાલુકાના 40 દર્દીઓને ધાભળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

મંગળવારના રોજ તાલુકા આરોગ્ય કચેરી ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શિબીરની શરુઆતમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમા઼ પણ શહેરા આરોગ્ય વિભાગમા નિવૃત થયેલા બે આરોગ્ય કર્મચારીઓ પણ આવ્યા હતા. જેમાં ગરબાડાના હસમુખભાઇ જોષી તેમજ દાહોદના હાડા ઉપસ્થિત રહ્યા હતા. જોગાનુ જોગ મંગળવારના રોજ શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વરની પૂણ્યતિથિ હતી. અને ગાયત્રી પરિવાર તરફથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. બંને નિવૃત કર્મચારીઓએ પોત પોતાના લગાવ જોઇ ધાબળા વિતરણ કર્યુ હતુ.

રકતપિતના દર્દીઓને રોગ સંબંધિત સમજ આપી

^રકતપિતએ જંતુજન્ય રોગ છે. જે માઇકો બેકટેરીયા લેપ્રિ નામના જીવાણુથી થાય છે. ગામડાઓમાં આવા રોગને તેઓના પૂર્વ જન્મના કર્મો ખરાબ કર્યા હોય તેવુ માની દવા સારવારની જગ્યાએ ભૂવા તાંત્રિક વિધિને મહત્વ આપે છે. આમ શિબિરનો મુખ્ય આશય અંધશ્રદ્ધા દુર કરી રકતપિતના દર્દીઓને સમજ આપી તેમની સારવાર કરવાનો હતો. > ડો.અરૂણ,પંચમહાલજિલ્લા રકતપિત અધિકારી

આરોગ્ય કચેરી ખાતે શિબિર યોજી માર્ગદર્શન આપ્યું

શહેરા તાલુકાના 40 દર્દીઓને લાભ અપાયો

અન્ય સમાચારો પણ છે...