જાલમબારીયાના મુવાડા ગામે 4 સામે એટ્રોસિટીની ફરીયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાના જાલમબારીયાના મુવાડા ગામે મોટર સાઇકલ વ્યવસ્થિત ચલાવવા બાબતે ઠપકો અપતા જાતિવિષયક અપમાનિત કરી એક વ્યકિતને માર મારવામાં આવ્યો હતો. પોલીસ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારે જામલબારીયાના મુવાડા ગામના જગદીશભાઇ વણકર રાત્રીના સમયે માતા સાથે પિતાને ખેતરમાં ભાથુ( ભોજન) આપવા જતા હતા. ત્યારે ગામનો જ વનરાજભાઇ અનોપભાઇ બારીયા મોટર સાઇકલ લઇને આવી રહ્યો હતો અને જગદીશભાઇને અડાડી દેતા જગદીશભાઇએ મોટર સાઇકલ વ્યવસ્થિત ચલાવાવની તાકિદ કરતા ગુસ્સે થઇને એક ઝાપટ મારી દીધી હતી. અને જાતિ વિષયક અપમાનિત કરવા લાગ્યા સાથે જ વનરાજનો ભાઇ દશરથ અનોપસિંહ પણ ગાળો બોલાવ લાગ્યો અને ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો. તે વખતે જેન્તીભાઇ અનોપભાઇ, ભુપેન્દ્ર અર્જુનસિંહ બારીયા આવી જતા જગદીશની માને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. આથી સોમવારે વનરાજ અનોપસિંહ બારીઆ, દશરથભાઇ અનોપસિંહ બારીઆ, જેન્તીભાઇ અનોપસિંહ, ભુપેન્દ્ર અર્જુનસિંહ બારીઆ વિરુદ્ધ એટ્રોસીટી ફરીયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...