જિલ્લાનો તૃતિય સુરક્ષા સેતુ કાર્યક્રમ શહેરામાં યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાનગર પાલીકા વિસ્તારનો ત્રીજા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજીત 800 ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો. સૌથી વધુ પશુપાલન તેમજ બેંક ક્ષેત્રની અરજીઓ આવી હતી. મોટાભાગની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

કહેવાય છે. કે પંચમહાલજીલ્લા દ્વારા સૌપ્રથમ જન સુરક્ષા શિબિર હેઠળ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેનો સારો પ્રતિસાદ સાંપડતા કાર્યક્રમનું નામ બદલી સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યુ છે. જે અનુસંધાને મંગળવારના રોજ શહેરા નગર પાલીકા વિસ્તારમાં પાલીકા વિસ્તારનો સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યોહતો. જેમાં નગરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં નગર ઉપરાંત પરા વિસ્તાર જે પાલીકામાં સમાવિષ્ટ છે. તેઓ આનો લાભ લેવા મોટીસંખ્યામાં ઉમટી પડયાહતા. સવારના 9 કલાકે શરુ થયેલા કાર્યક્રમમાં સાંજના 6 કલાકે પૂર્ણ થયો હતો. ત્યાં સુધી પાલીકા પટાંગણમાં હડકેઠેઠ મેદની નજરે પડતી હતી. સવારના કાર્યક્રમ શહેરના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે ઉપસ્થિત રહી પ્રજા માટે ખુલ્લો મુકયો હતો. અને જણાવ્યુ હતુ કે તેઓના ઉદ્દબોધનમાં કહયુ હતુ કે સરકાર અને પ્રજા વચ્ચે એક સેતુ સધાય વહીવટમાં પારદર્શિતા આવે અને છેવાડાના માનવીને આનો લાભ મળી રહે અને વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે સરકાર તમારા બારણો આવી છે તો તેનો તમે ભરપુર લાભ ઉઠાવો. કાર્યક્રમમાં બેંક ખાતાની અને પશુપાલન વિભાગની સૌથી વધુ અરજવીઓ આવી હતી. જયારે 30 શાખાઓ અહીયા ઉપસ્થિત રહી હતી.

જેમાં અન્ય 28 શાખાઓમાં પણ ધાર્યા કરતા વધુ પ્રતિસાદ સાંપડયો હતો. બેંક અને પશુપાલન વિભાગમાં 3026 જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે કે 28 જેટલી વિવિધ સબંધિત સરકારી કચેરીઓની 800 જેટલી અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેરા પ્રાંત અધિકારી નારાયણ માધુ, મામલતદાર કે.વી.બોદર, નગર પાલીક ચિફઓફીસર મયુર જોષી સહિના અધિકારીએ હાજર રહયા હતા.

બેંક ક્ષેત્રની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

800 ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...