તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરામાં જમીનમાં ભુવો પડતા નગરપાલિકાની પોલ ખુલી પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાસિંધીચોકડી વિસ્તારમાં જમીનમાં 3 ફુટ ઉંડો ભુવો પડતા ત્યાંથી આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક રીહશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિંધી ચોકડી વિસ્તારમાં ભુવો પડતા પાલીકા તંત્રીની પોલ ખુલી ગઇ હતી.

શહેરા નગર પાલીકા આમ તો વિકાસની ગુલબાંગો પોકારે છે. પરંતુ જોવા જઇએ તો નગરનો વિકાસ તો ઠીક પરંતુ તેમાં સાચા અર્થમાં કામ કરતા કોન્ટ્રાકટરોનો અવશ્ય વિકાસ થાય છે. સાથે સાથે પ્રજા દ્વારા જેઓને ચૂંટી લાવવામાં આવ્યા છે. તેઓનો પણ શું વિકાસ થઇ રહયો છે કે શુ સમજવાની વાત છે 2015થી ભૂર્ગભ ગટર યોજના અલમમાં આવી પરંતુ તેમાં પણ હજી સુધી કોઇપણ પ્રકારની પ્રગતિ જણાતી નથી. તે વખતે ભૂર્ગભ ગટર યોજનાના કોન્ટ્રાકટરો દ્વારા આડેધડ ખોદકામ કરવાના પરિણામે ઘણી બધી જગ્યાએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો હોવાના સમાચાર સાંભળવા મળતા હતા. ઉપરાંત ઘણી જગ્યાએ ફોર વ્હીલર પણ ફસાઇ જતા ત્યારે સિંધી ચોકડી વિસ્તામાં કેદારેશ્વર મંદિર જવાના માર્ગ પર છેલ્લા લાંબા સમયથી 3 ફુટનો ભુવો પડયો છે. આવા કારણે ત્યાંથી પસાર થતા રાહદરીઓ વાહનો વાળા અને નાના બાળકો ખાડામાં પડે તો શું થાય તે વિચારવાનું રહયુ. અગાઉ બનાવાયેલા આરસીસી રોડનુ઼ ધોવાણ પણ પાલીકાતંત્રના જવાબદાર જાડી ચામડીના અધિકારીઓને બાબત તેમને સંલગ્ન અથવા તો સ્પર્શતિ હોય તેવીવાત છે .

સિંધીચોકડી વિસ્તારમાં 3 ફુટ ઉંડો ભુવો પડ્યો

શહેરા સિંધીચોકડી વિસ્તારમાં જમીનમાં 3 ફુટ ઉંડો ભુવો પડતા ત્યાંથી આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક રીહશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તસવીર શ્યામલપટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો