તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરડીના પગી ફળીયામાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરાનાપોસઇ એ.એ.ચૌધરી રજા પર છે. ત્યારે સોમવારના રોજ તેઓના અંગત બાતમીદાર દ્વારા તેઓને ટેલીફોનિક બાતમી હતી. શહેરા તાલુકાના પાદરડી ગામે પગી ફળીયામાં રહેતા વિનોદ ગુલાબસિંહ પગી પોતાના રહેણાંક મકાનમાં વિદેશી બનાવટનો દારુ બિયારનો જથ્થો લાવી વેપલો કરી રહયો છે. આથી તાત્કાલિક તેઓ દ્વારા શહેરાના ઇન્ચાર્જ પોસઇ મુકતા મિસ્ત્રીને જણાવતા તેઓ તેમજ એએસઆઇ જશુભાઇ ભુરીયા અને ડીસ્ટાફના જશુભાઇ આહિર, નરવતસિંહ ચૌહાણ તેમજ દિલીપ ડામોરને સાથે રાખી બપોરના અરસામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી જઇ રહેણાંક મકાનને ફરતા કોર્ડન કરી હતી. રેઇડ કરતા રહેણાંક મકાનમાંથી વિદેશી બનાવટનો દારુ તથા બિયરનો જથ્થો બોટલો નંગ 424 કિ. ~25,600 પકડવામાં આવ્યો હતો. સાથે સાથે તેનું વેચાણ કરતો અને રહેણાંક મકાનના માલિક વિનોદ ગુલાબસિંહ પગી ઝડપાઇ ગયો હતો. પોલીસે તેને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દિધો હતો. વિદેશી બનાવટનો દારૂ બિયારનો જથ્થો કયાં લાવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

શહેરાના પાદરડીના પગી ફળીયાના રહેણાંક મકાનમાંથી પોલીસે વિદેશીદારુનો જથ્થો ઝડપી પાડયો હતો. તસવીર- શ્યામલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો