• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Savli
  • અંડર ગ્રાઉન્ડ મશીનમાંથી 90 િક.મી. કલાકની ઝડપે ઉડતી ક્લે ડિસ્કને પલક ઝપકતાંમાં વીંંધી નાખતાં શૂટર

અંડર ગ્રાઉન્ડ મશીનમાંથી 90 િક.મી./ કલાકની ઝડપે ઉડતી ક્લે ડિસ્કને પલક ઝપકતાંમાં વીંંધી નાખતાં શૂટર્સની નિશાન બાજીને સમજવા ભાસ્કરે સેકન્ડના 1600મા ભાગના મલ્ટિઅેક્સ્પોઝર વડે લીધેલી તસવીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું છે મલ્ટિએક્સપોઝર? | પ્રેક્ટિસકરતા શૂટર્સ ના ફોટોગ્રાફ્સને કેમેરામાં હાઈ શટર સ્પીડ અને મલ્ટી એક્સપોઝ કરી અને ત્યાર બાદ ફોટો લેયર્સ મર્જ કરીને એક ફોટો તૈયાર કરાયો હતો.આ ફોટો માટે શટરની સ્પીડ 1600 રાખવામાં આવી હતી.

સાવલી તાલુકા રાઇફલ એસો. દ્વારા શનિવારથી પરથમપુરા ખાતે આવેલી શુટિંગ રેન્જમાં બીજી િડસ્ટ્રિક્ટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઇ રહી છે. જેમાં 135 જેટલાં શૂટર્સ ભાગ લઇ રહ્યાં છે. સ્પર્ધાનું ઉદ્ઘાટન 2004માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર માનશેર સિંગ દ્વારા કરવામાં આવશે. સ્પર્ધાના શૂટર્સ શુક્રવારે પ્રેક્ટિસ કરી રહ્યાં હતા ત્યારે મલ્ટિએકસ્પોઝર, મલ્ટી લેયર ટેક્નિકથી લીઘેલી તસવીર. તસવીર- વિપુલ માને

અન્ય સમાચારો પણ છે...