• Gujarati News
  • સાવલીમાં રસ્તાના ખાતમુહૂર્તના સરકારી કાર્યક્રમમાં પાલિકાના 12 સભ્યો ગેરહાજર

સાવલીમાં રસ્તાના ખાતમુહૂર્તના સરકારી કાર્યક્રમમાં પાલિકાના 12 સભ્યો ગેરહાજર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલીનગરમાં ગતિશીલ ગુજરાત અંતર્ગત ~ 51.99 લાખના ખર્ચે રસ્તાના કામનું ધારાસભ્યએ ખાતમુર્હુત કર્યુ હતુ. સરકારી કાર્યક્રમ રાજય સરકારે જાહેર કર્યો હોવા છતાંય ભાજપ શાસિત પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સહીત 12 જેટલા ચુંટાયેલા સભ્યોએ આમંત્રણનો અસ્વીકાર કરી ગેરહાજર રહેતા ફરી એકવાર સાવલી ભાજપમાં જુથબંધી બહાર આવી છે. અને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વારંવાર પાલિકા સભ્યો દ્વારા મનમાની અને અશિસ્ત આચરાતી હોવા છતાંય જીલ્લાનુ મોવડીમંડળ ચુપ રહેતા ભાજપી કાર્યકરોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે.

ગતિશીલ ગુજરાત અંતર્ગત સમગ્ર રાજયના ખૂણેખુણે વણથંભી વિકાસયાત્રા અંતર્ગત મંત્રીઓ દ્વારા વિકાસના કામો અને ખાતમુર્હુતો કરવામાં આવીને પ્રજાલક્ષી કામો અર્પણ થઇ રહ્યા છે. તેવામા સમગ્ર રાજયમાં 29, 30, 31 અને 4-5-6 જુન સરકારી કાર્યક્રમ ખાતુમુર્હુત અને લોકાર્પણનો જાહેર કરેલ છે. તેવામાં પાલિકાએ ગત 25મીએ 3 કરોડના રોડ રસ્તાના કામોનુ ખાતમુર્હુત સરકારના કાર્યક્રમને અવગણીને યોજી દીધો હતો. અને પક્ષની વિચારધારાથી વિપરીત ચીલો ચાતર્યો હતો. તેવામાં આજરોજ ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સરકારે જાહેર કરેલા સરકારી કાર્યક્રમ અંતર્ગત 4.00 વાગે 51.99 લાખના રોડ રસ્તાના કામનું ખાતુમુર્હુત કર્યુ હતુ. જેમાં પાલિકાની ચુંટાયેલી પાંખ અને ઇન્ચાર્જ પ્રમુખ કલ્પેશ પટેલને આમંત્રણ આપતા આમંત્રણનો અસ્વીકાર કરીને ઇન્ચાર્જ પ્રમુખ સહિત 12 જેટલા ભાજપના ચુંટાયેલા નગરસેવકો ગેરહાજર રહ્યા હતા.

સાવલી

તમામ સભ્યોને આમંત્રણ મોકલાવ્યુ છે

^આસરકારી કાર્યક્રમ હતો અને પાલીકાના તમામ સભ્યોને આમંત્રણ મોકલાવી દીધુ હતુ. જેમાં ઇન્ચાર્જ પ્રમુખ કલ્પેશ પટેલે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. અને મને નગરજનોની તકલીફો વહેલી તકે દુર થાય તેમા રસ છે એવુ જણાવ્યુ હતુ. > સુરેશકટારા, ચીફઓફિસર, સાવલી નગર પાલીકા