તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતા કે પિતા અથવા માતા-પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરડીયામાં યોજાનાર સમુહલગ્નોત્સવમાં એક સૈનિકના લગ્ન થશે

વિસાવદર તાલુકાનાં બરડિયામાં લેઉવા પટેલ સમાજ દ્વારા

જૂનાગઢનાવિસાવદર તાલુકાના બરડિયા ગામ ખાતે તા.16 એપ્રિલના લેઉવા પટેલ સમાજ દ્વારા માતા, પિતા કે માતા-પિતા વિહોણી નિરાધાર દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિશિષ્ટ સમુહલગ્ન માટે તૈયારીઓ શરૂ થઇ ગયો છે. સમુહલગ્નમાં આસપાસના 12 ગામોના ભોજનનું આયોજન કરાયું છે. સમુહલગ્નની તૈયારીઓ માટે આશરે 1500થી પણ વધુ ભાઇઓ-બહેનો સેવાયજ્ઞમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. સમુહલગ્નમાં એક સૈનિકના પણ લગ્ન થશે. સમુહલગ્નના આયોજન અંગે હરસુખભાઇ વધાસીયાએ જણાવ્યું હતું કે તમામ દીકરીઓને ઓછપ આવે એટલા પુરતા કરિયાવર સાથે સમગ્ર સમાજ હુંફ પુરી પાડીને સાસરે વળાવશે. તેને લઇને સમુહ લગ્નની સમિતિ ગામડે-ગામડે જઇને બેઠકો પણ યોજાશે. સમુહલગ્ન સમાજરત્ન બિપીનભાઇ રામાણીના યજમાનપદે અરવિંદભાઇ દોમડીયા તથા કાનભાઇ કાનકડના સહયજમાનપદે યોજાશે. રાજ્યભરના લેઉવા પટેલ સમાજના પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો, હાજર રહીને દીકરીઓને આશિર્વાદ પાઠવશે. કાર્યક્રમને સફળ બનાવવા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રિતિબેન વધાસીયા, શારદાબેન ગાજીપરા, પ્રવીણભાઇ સાવલિયા, રજનીભાઇ નાકરાણી, કરમણભાઇ વધાસિયા, કલ્યાણભાઇ પેથાણી સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો