તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવલીમાં પોલીસ મથકના કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલની દારૂના બૂટલેગર સાથેની સાંઠગાંઠ મળતા સાવલી પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ તા. 25-09ના રોજ સાવલી પોસઇ એમ એમ રાઠોડે તાલુકાના ચારણપુરા ગામે દારૂના બૂટલેગરના ઘરે રેડ કરી હતી. ત્યાંથી વિદેશી દારૂની 30 નંગ બોટલો મળી આવી હતી. પરંતુ બૂટલેગર યોગેશ ફરાર થઇ ગયો હતો. સાવલી અને ભાદરવા પોલીસ મથકના અન્ય ચોરીના બનાવમાં પોલીસ તપાસ કરતા તથા ચોરીના બનાવ સમયે સીસીટીવી ફૂટેજમાં ચારણપુરા ગામનો વતની અને દારૂના ગુુનામાં ફરાર યોગેશની સંડોવણી જણાતા પોલીસે યોગેશની સઘન તપાસ કરી ઝડપી પાડ્યો હતો. ત્યારે યોગેશને લાગ્યુ કે ચારણપુર ગામેથી તેના ઘરેથી મળેલ વિદેશી દારૂના ગુનામાં પકડ્યો છે. જેથી તેને તે દારૂ પોતાનો નહીં હોવાનું અને સાવલી પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ સંજય રાઠોડ મુકી ગયો હોવાનું નિવેદનમાં ખુલાસો કરતા તેમજ સંજય રાઠોડ અને યોગેશ વચ્ચે થયેલ ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પોલીસને આવતા સાવલી પોલીસ મથકના જ પોલીસ કોન્સ્ટેબલ સંજય રાઠોડની બૂટલેગર સાથે સાંઠગાંઠ હોવાનું બહાર આવતા સાવલી પોલીસે ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...