તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Savli
  • દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી રૂા. 2.83 લાખનો વિદશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

દાહોદ જિલ્લામાં ત્રણ સ્થળેથી રૂા. 2.83 લાખનો વિદશી દારૂનો જથ્થો જપ્ત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભથવાડા ટોલનાકા પાસે પોલીસે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. તે સમયે મહિન્દ્રા ઝાયલો ગાડી રોકીને તપાસ હાથ ધરતાં તેમાંથી દારૂની 1872 બોટલ મળી આવી હતી. દારૂની હેરાફેરી કરતાં વડોદરાના સંજયકુમાર દીપકકુમાર, સાવલીના રવિકુમાર માળી, ડાહ્યાભાઇ માળી અને વડોદરાના નિલેશ રાઠવાની પોલીસે ધરપકડ કરી હતી. રવાળીખેડા ગામે પોલીસે પરોઢે બાઇક પર દારૂની હેરાફેરી કરાઇ રહી હતી. ત્યારે ભીલવાડાના કૈલાશ ગણાવા અને ગોધરા રોડના મીતેશ સાંસીની ધરપકડ કરી દારૂની 360 બોટલો જપ્ત કરી હતી. ભામણ ચોકડી આગળ ચીરાગ ચારેલ અને નાની ભુગેડીના પંકજ કલાલને ઝડપી જીપમાંથી વિદેશી દારૂ સાથે 81600નો દારૂ જપ્ત કરીને ત્રણ લાખની જીપ જપ્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...