તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવલી,ભીમનાથ મંદિરે ગણેશયાગમાં 1.25 લાખ મોદકની આહુતિ અપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવલીવાળાસ્વામીજીના 25માં નિર્વાણ દિન 4-9-16ના રોજ ગ્રામજનો અને ભક્તજનોએ ભવ્યરીતે ઉજવવાનું આયોજન કર્યુ હતું.આ પ્રસંગમાં શરૂઆતના દિવસે દિપપ્રાગ્રટ્ય કરી ને સદ્ ગુરૂ સ્મૃતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી પ્રસંગે નવચંદીયાગ,શ્રી ગુરૂભોગ અને 1008 દિવડાઓની મહા આરતીથી કરવામાં આવી હતી.ત્યાર બાદ તારીખ 5મીથી ગણેશયાગનો આરંભ કરવામાં આવ્યો હતો.આ ગણેશયાગમાં 120 બ્રાહમણો દ્વારા 1.25 લાખ ઉપરાંત મોદકોની આહુતી આપવામાં આવી હતી. સમ્રગ ભારત વર્ષમાં પાકી બાંધવામાં આવેલી જુજ યજ્ઞશાળાઓ પૈકી એક એવી ગેબીનાથ યજ્ઞશાળામાં 9 મહા કુંડો1.25 લાખ મોદકોની આહુતી આપવામાં આવી હતી.આ યજ્ઞમાં તાલુકાની જનતાએ ખુબજ ઉત્સાહભેર ભઆગ લીધો હતો પાચ દિવસ ચાલેલા મહાગણેશ યાગમાં સવારથી ભક્તો અને શ્રધ્ધારૂઓનો પાંચેવ દિવસ મેળાવડો જામેલો રહેતો હતો.ગણેશ યાગમાં કુલ 1.50 હજાર જેટલા ભાવીક ભક્તો ઉમટી પડીને સદ્ ગુરૂના મહોત્સવની ઉજવણી કરી હતી

ગણેશયાગમાં અનેક સંતો પણ ઉપસ્થીત રહયા હતા.અને આર્શીવચન આપ્યા હતા.પુર્ણાહુતી પ્રસંગે આયોજીત ભંડારામાં સવારના 11 કલ્લાકેથી મહાપ્રસાદીનો લાભ લેવા દેશ પરદેશથી ભક્તો ઉમટી પડયા હતા.ભક્તોએ ગણે‌ યાગમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.

પાંચ દિવસના ગણેશયાગમાં 1.50 હજાર ભક્તો દર્શનાર્થે ઉમટ્યાં

સાવલીવાળા સ્વામીજીના 25મા નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો