• Gujarati News
  • ધોરાજીના 5 સભ્ય ભાજપમાંથી વર્ષ માટે સસ્પેન્ડ

ધોરાજીના 5 સભ્ય ભાજપમાંથી વર્ષ માટે સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીનગરપાલિકાના પ્રમુખની ચૂંટણી સમયે પક્ષના મેન્ડેટનો ભંગ કરનારા પાલિકાના ભાજપના પાંચ સદસ્યોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપ પ્રમુખ સાવલિયાએ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સાથે મુદ્દે વિગતે ચર્ચા કર્યા બાદ ધોરાજી પાલિકાના પાંચ સદસ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો અાદેશ આપ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે ચૂંટણી લડનારા જયસુખ ઠેસિયા, અરવિંદ ભાલાળા, નરેશ પટણી, દીપાબેન અંટાળા અને અનિલ બખાઇનો સમાવેશ થાય છે. જયસુખ ઠેસિયાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, અને ચારેય સભ્યોએ ટેકો આપ્યો હતો.