તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિનર્સની હડતાળનો અંત આવ્યો આજથી કપાસની ખરીદી શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવર્સચાર્જ મિકેનિઝમના મુદ્દે ચાલતી જિનર્સની હડતાલ શનિવારે સમેટાઇ હતી. ગુજરાતના કોટન જિનર્સ અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી વચ્ચે આર.સી.એમ.ના મુદ્દે શનિવારે મિટિંગ યોજાઈ હતી. જેમાં જાન્યુઆરી મહિનામાં આર.સી.એમ.ના મુદ્દે નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હોવાથી હડતાલ પાછી ખેંચાઈ હતી.

ગુજરાતભરમાં કપાસના જિનર્સ આર.સી.એમ.(રિવર્સ ચાર્જ મિકેનિઝમ)ના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. જી.એસ.ટી.કાઉન્સિલ દ્વારા માત્ર કપાસ ઉપર 5 ટકા રિવર્સ ચાર્જ મિકેનિઝમ લગાડાયો હતો.જેના કારણે કપાસનો વેપાર કરતા જિનર્સની હાલત કફોડી બની હતી. જેના કારણે કપાસના વેપાર સાથે સંકળાયેલા જિનર્સ દ્વારા 5 ટકા રિવર્સ ચાર્જ મિકેનિઝમ પાછો ખેંચવા માટે રજૂઆત કરાઇ હતી. રજૂઆતને પણ ધ્યાને નહીં લેવાતાં આખરે મધ્ય ગુજરાત જિનર્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપીને રિવર્સ ચાર્જ મિકેનિઝમ દૂર કરવા માટે રજૂઆત કરાઇ હતી. પણ બાબતે કોઈ કાર્યવાહી નહીં થતાં આખરે તા.24મીથી ગુજરાતભરના જિનર્સ હડતાળ પર ઉતરતાં વિસ્તારમાં આવેલી તમામ જિનોમાં ખરીદી બંધ થઈ હતી. ગુજરાતભરના જિનર્સ એસોસિએશનના હોદ્દેદારોની મુલાકાત શનિવારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે કરાઈ હતી. મુલાકાત બાબતે મધ્ય ગુજરાત કોટન જિનર્સ એસોસિએશનના પ્રમુખ અંજકુમાર શાહે જણાવ્યું હતું કે,"મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી. મીટિંગમાં કપાસમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ અંગે ચર્ચા થઇ હતી. જેમાં તેઓએ જાન્યુઆરી મહિનામાં અંગે નિરાકરણ લાવવા માટેની ખાતરી આપી છે. જેથી હડતાલ સમાપ્ત કરવામાં આવી છે. આવતીકાલથી એટલે કે રવિવારથી જિનમાં કપાસની ખરીદી શરૂ કરાશે.

ગુજરાતના કોટન જિનર્સ સાથે મુખ્યમંત્રી ,નાયબ મુખ્યમંત્રી વચ્ચે આરસીએમના મુદ્દે મિટિંગ યોજાઈ.સંજયભાટિયા

CMએ નિરાકરણની ખાતરી અાપતાં હડતાળ સમેટાઇ

RCMના મુદ્દે ગુજરાતના જિનર્સ હડતાળ પર ઉતર્યા હતા

અન્ય સમાચારો પણ છે...