તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • Sankheda
  • ભાસ્કર ઈમ્પેક્ટ | તંત્રએ હરકતમાં આવીને રેલવે ગરનાળાના એપ્રોચ રોડની બંને બાજું ડામર પાથરી કામગીર

ભાસ્કર ઈમ્પેક્ટ | તંત્રએ હરકતમાં આવીને રેલવે ગરનાળાના એપ્રોચ રોડની બંને બાજું ડામર પાથરી કામગીર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના બહાદરપુરથી લોટિયા માર્ગ ઉપર રેલવે ગરનાળા પાસે રેલવે ગરનાળાના એપ્રોચ અને રોડની સરફેસ મેચ નહી થવાના કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોવાના સમાચાર તા.17મી નવેમ્બરના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને એપ્રોચ પાસે ડામર કામ કર્યું.

ચારેક મહિના અગાઉ બહાદરપુરથી લોટિયા સુધીના માર્ગે રેલવે ગરનાળા પાસે આર.સી.સી.ના એપ્રોચ રોડ અને ડામર રોડ વચ્ચેની સરફેસ મેચ નહી થતા અહિયાથી પસાર થતા અનેક વાહનચાલકો પરેશાન થતા હતા.અનેક વાહનચાલકો બાબતે તંત્રને પણ ટેલિફોન કરીને મુશ્કેલી બાબતે રજુઆત કરતા હતા. તત્કાલીન ડેપ્યુટી એન્જીનીયર પંચાયત જી.બી.શાહે રેલવે તંત્રને પણ લેખિત જાણ કરી હતી.

બાબતે તાજેતરમાં સંખેડાના નિવૃત ના.જિ. વિ. અધિકારી હર્ષદભાઈ ઉપાધ્યાયે પણ ટેલિફોનિક જાણ તંત્રને કરી હતી.

તા.17મી નવેમ્બરના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકે બાબતના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને અહીંયા વાહનચાલકોને પડતી મુશ્કેલીને વાચા આપી હતી.જે બાદ તંત્ર જાગ્યું અને રસ્તાની બંન્ને બાજુના એપ્રોચ પાસે ડામર પાથરીને રસ્તાની કામગીરી કરી હતી.

બહાદરપુરથી લોટિયા માર્ગની કામગીરી શરૂ કરાઇ.તસવીર-સંજય ભાટિયા

બહાદરપુરથી લોટિયા માર્ગ પર કામગીરી શરૂ

અન્ય સમાચારો પણ છે...