• Gujarati News
  • { ફાજલપુર ગેસ્ટ હાઉસની જગ્યા નેશનલ હાઇવે ઓથોિરટીને અપાશે

{ ફાજલપુર ગેસ્ટ હાઉસની જગ્યા નેશનલ હાઇવે ઓથોિરટીને અપાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ફાજલપુર ગેસ્ટ હાઉસની જગ્યા નેશનલ હાઇવે ઓથોિરટીને અપાશે



વડોદરાજિલ્લા પંચાયતની દિવાળી પહેલાં શનિવારે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં જિલ્લામાં રૂા.2 કરોડનાં વિકાસ કામોને મંજૂરી આપવા ઉપરાંત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં જિ.પં.ની માલિકીના જર્જરિત પથિક ભવનને તોડી પાડતાં પહેલાં તેમાં આવેલી દુકાનોના દુકાનદારોને એક વખત રૂબરૂ સાંભળી તે પછી આખરી નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો અંગે માહિતી આપતાં ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા બાંધકામ વિભાગના બજેટ જોગવાઇ હેઠળ જિલ્લામાં રૂા.70 લાખના ખર્ચે રોડ, પુલ, ખૂટતાં નાળાં, રસ્તાની મરામત કરવાનાં કામોને મંજૂરી અપાઇ હતી. જ્યારે રૂા.10 લાખના ખર્ચે જિલ્લામાં યાત્રાધામ વિકાસ અંતર્ગત સાવલી-વાઘેશ્વરી માતાજી મંદિર, શિનોર-નર્મદા કિનારે તેમજ અનગઢ ખાતે મંદિરને જોડતા રોડનાં કામોને બહાલી અપાઇ હતી.

જ્યારે સિંચાઇ વિભાગના બજેટ જોગવાઇ હેઠળ રૂા.45 લાખના ખર્ચે જિલ્લામાં તળાવોની મરામત અને તળાવોની ફરતે સંરક્ષણ દીવાલ બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી અપાઇ હતી. જ્યારે સામાજિક ન્યાય સમિતિ દ્વારા સ્વભંડોળ અને સામાજિક ન્યાય નિધિમાંથી ગામોમાં રૂા.70 લાખના ખર્ચે કરવાનાં કામોને બહાલી આપવામાં આવી હતી.

કારોબારી સમિતિએ જિ.પં.ની માલિકીના ફાજલપુર ગેસ્ટ હાઉસની જગ્યા રસ્તારેષામાં જતી હોવાને કારણે જગ્યા નેશનલ હાઇવે ઓથોરિટીને તબદિલ કરવાની દરખાસ્ત મંજૂર રખાઇ હતી. જ્યારે સંખેડામાં તાલુકા પંચાયત ભવન બનાવવા તેમજ છોટાઉદેપુરમાં જિ.પં. મકાન બનાવવા વડોદરા જિ.પં.ની માલિકીની જગ્યા આપવાનો ઠરાવ કરાયો હતો.

કારોબારી સમિતિમાં વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા જિ.પં.ની માલિકીના બહુમાળી મકાન પથિક ભવનની હાલત જર્જરિત થઇ હોઇ તેને તોડી પાડી સ્થળે નવું બહુમાળી મકાન બનાવવાની ચર્ચાવિચારણા કરાઇ હતી. જોકે, પથિક ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડે અપાયેલી દુકાનો ખાલી કરવા દુકાનદારોને નોટિસ અપાયા બાદ દુકાનદારો તરફથી રજૂ કરાયેલો જવાબ બેઠકમાં વંચાણે લેવાયો હતો. સમિતિએ અંતિમ નિર્ણય કરતાં પહેલાં દુકાનદારોને સાંભળવાનું નક્કી કરી બે દિવસમાં દુકાનદારો સાથે બેઠક યોજવાનું નક્કી કરાયું હતું.

િજલ્લા પંચાયતની બેઠકમાં વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા પર્થિક ભવનને તોડતા પહેલાં અસરગ્રસ્ત વેપારીઓ સાથે