જામ્બુઆ નદીમાંથી અલ્હાદપુરાના યુવકની લાશ મળી : હત્યાની શંકા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાતાલુકાના અલ્હાદપુરાના યુવકની જામ્બુઆ નદીમાંથી લાશ મળી આવતાં વરણામા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમમાં યુવકના શરીર પર ઇજાનાં નિશાન તેમજ નજીકના ખેતરમાંથી લોહીના ધબ્બા મળી આવતાં હત્યાની શંકા સેવાઇ રહી છે.

વડોદરા તાલુકાના કપુરાઇ પાસેના અલ્હાદપુરા ગામનો 40 વર્ષીય જગદીશ રણછોડ મોચી છૂટક મજૂરી- કામ કરતો હતો. ગત 24મી નવેમ્બર સવારે ગામ પાસેથી પસાર થતી જામ્બુઆ નદીમાંથી તેની લાશ મળી આવી હતી. લાઇસન્સના આધારે લાશની ઓળખ થતાં સ્થાનિકોઅે સંખેડાના આનંદપુરા ખાતે રહેતા તેના ભાઇ સુરેશ મોચીને જાણ કરતાં તેણે દોડી જઇ પોલીસને જાણ કરી હતી.

વરણામા પોલીસે યુવકના મૃતદેહનું પોર પીએચસીમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. યુવકના શરીર પરની ઇજા અને લોહી વહી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેના ગળાના ભાગે 7 ઇંચ જેટલો ઊંડો ઘા તેમજ છાતી પર પણ ઇજા થઇ હોવાનું જણાયું હતું. પોલીસે લાશ મળી તેની આસપાસના વિસ્તારમાં તપાસ કરતાં નજીકના ખેતરમાંથી લોહીના ધબ્બા મળી આવ્યા હતા. જેના પગલે યુવકની હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હોવાનું પણ જણાઇ રહ્યું છે. જોકે, તબીબોએ વિસેરા લઇ તેના રિપોર્ટ પર મોતનુ઼ં કારણ પેન્ડિંગ રાખ્યું છે.

શરીર પર ઇજાનાં નિશાન, ખેતરમાં લોહીની ધબ્બા

અન્ય સમાચારો પણ છે...