સંખેડામાં દબાણ હટાવાતાં ઘર્ષણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડાખાતે માંકણી ઝાંપા વિસ્તારમાં આજે સવારે આઠ વાગ્યાના સુમારે 150થી વધુ દબાણો દુર કરવાની કામગીરીમાં સંખેડા ખાતે દુકાનો તોડવા માટે ટીમ પહોંચતા અધિકારીઓ અને પરિવારના સભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસને લાઠીઓ વીંઝવાની ફરજ પડી હતી. એ.સી.પરિવારના 6 સભ્યો વિરુધ્ધ ગુન્હો નોંધાયો હતો અને 5 સભ્યોની અટકાયત કરાઇ હતી.

સંખેડા ખાતે આજે સવારે આઠ વાગ્યાના સુમારે ગામના 150થી વધુ દબાણો દુર કરવા માટે તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરીનો આરંભ સંખેડા તાલુકા કોંગ્રેસ કાર્યાલયને તોડવાથી થયો હતો. સંખેડા ખાતે દબાણો દુર કરવાની કામગીરી ભોય સમાજના કેટલાક સભ્યોની દુકાનો તોડવા જતા ત્યાંએ ભોય સમાજના એ.સી.પરિવારના સભ્યો દ્વારા હંગામો કરાતા તંત્ર ત્યાં પહોંચી ગયું હતુ. એ.સી.પરિવારના સભ્યો અને તંત્ર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

સંખેડા ખાતે દબાણો બાબતે ઘર્ષણ સર્જાતા આખરે પોલીસ દ્વારા વિરોધ કરનારા એ.સી.પરિવારના પાંચ સભ્યોની અટકાયત કરાઇ હતી. દબાણો દુર કરવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરનારા એ.સી.પરિવારના સભ્યો વિરુધ્ધ સ્ટેટ આર. એંડ બીના કર્મચારી વિકેશકુમાર મેકવાને ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે મહેશભાઇ કનુભાઇ ભોઇ, મિતેશભાઇ વિઠ્ઠલભાઇ, અલ્પેશભાઇ વિઠ્ઠલભાઇ,રંજનબેન વિઠ્ઠલભાઇ, હિતેશભાઇ મનુભાઇ, સોનલબેન ઉર્ફ પુજાબેન મહેશભાઇ કનુભાઇ ભોઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. જે પૈકી પાંચની અટકાયત કરાઇ હતી. તેમજ વિરોધ કરનારાઓની પાછળ દોડીને પોલીસ દ્વારા લાઠી વીંઝીને હંગામો કરનારાઓને દોડાવાયા હતા. જેના કારણે એક વખત પરિસ્થિતિ તંગ બની હતી. પણ પોલીસ દ્વારા તુર્ત પગલા ભરાતા વધુ મોટુ ઘર્ષણ અટકાવાયું અટકાવાયું હતું. હાલમાં પણ દબાણ હટાવવાની કામગીરી સાંજે પાંચ વગ્યે પૂર્ણ થઇ હતી. સંખેડા ખાતે દબાણો તોડવાની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ દિવસભર સંખેડા મામલતદાર મુકેશભાઇ જોષી, ટી.ડી.ઓ.આર.એન.રાઠવા, પંચાયત વિભાગના ડેપ્યુટી એંજીનિયર જીબીશાહ, સ્ટેટ આર એંડ બીના ડી.ઇ.રાઠવા, એમ.જી.વી.સી.એલ.ના ડી.ઇ. વી.એન.રાઠવા અને તેમનો સ્ટાફ, ફોરેસ્ટના કર્મચારી, સીટીસર્વેના અધિકારીઓ હાજર રહ્યા હતા.

દબાણ હટાવવાના પગલપોલીસે વિરોધકર્તાઓની અટકાયત્ કરી હતી.

માંકણીઝાંપા વિસ્તારમાં150થી વધુ દબાણોનો સફાયો : કોંગ્રેસનું કાર્યાલય દૂર કરાયું

દબાણો દૂર કરવાની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા એ.સી. પરિવારના સભ્યો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...