તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાજિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી ( બરોડા ડેરી) તરફથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાજિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી ( બરોડા ડેરી) તરફથી દુધ મંડળીને અપાતાં પશુદાણાઓને પશુપાલકો સુધી પહોંચાડવાને બદલે બારોબાર વેચી મારવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ડેરીની ટીમે શંકાસ્પદ ટેમ્પોનો પીછો કરતાં ડ્રાયવર નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામ નજીક ટેમ્પો મુકી ફરાર થઇ ગયો હતો. ટીમની તપાસમાં સંખેડા તાલુકાના કાઠોલી અને સંધરા ગામની દુધ ઉત્પાદક મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓની સંડોવણી બહાર આવતાં 4 આરોપીઓ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરાના સુભાનપુરામાં રહેતા અને વડોદરા ડેરીમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલે રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે સંખેડા તાલુકાના કાઠોલી દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ સુતરીયા અને સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રાજેશ બારીયા, સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અશ્વીન બારીયાએ ઇટોલા સરકારી મંડળીમાં આપવામાં માટે પશુદાણાની બેગો મોકલાવી હતી.

ડેરી તરફથી આપવામાં આવેલી 100 ગુણો પૈકી ~38,450ના મુલ્યની 50 ગુણો તેમજ સંધરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખને મોકલવામાં આવેલી દાણાની ~76,900ની કિમંતની ગુણ નંગ-100 પોતાના અંગત ફાયદા સારૂ વડોદરા જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંધના કાર્યક્ષેત્રમાં બહાર આઇસર ગાડીમાં ભરી આપી હતી. psની જાણ ડેરીના કર્મચારીઓને થતાં તેમણે આઇસર ગાડીનો પીછો કર્યો હતો.

ટેમ્પોનો ડ્રાયવર નર્મદા જિલ્લાના રાજપીપલા નજીક ગોપાલપુરા ગામે લઇ જતા બરોડા ડેરીના દાણા ભરેલી 57,675 રૂપિયાની કિમંતની ગુણ નંગ 75 તથા 10 લાખ રૂપિયાની કિમંતનો આયશર ટેમ્પો મળી કુલ 10,57,675 ના મુદ્દામાલ છોડી નાસી ગયો હતો. ટેમ્પોમાં ભરેલી પશુદાણાની 75 બેગ ગાયબ હોવાથી તેને સગેવગે કરી દેવામાં આવી છે.

કઠોલી-સંધરાની મંડળીના પ્રમુખ સહિત 4 સામે ફરિયાદ

ટીમે પીછો કરતાં ડ્રાઇવર ગોપાલપુરા પાસે ટેમ્પો મુકી ફરાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો