સંખેડા હાંડોદ રોડ ઉપર થયેલા ધોવાણના સ્થળે બાઇક ખાબકી

સંખેડા હાંડોદ રોડ ઉપર થયેલા ધોવાણના સ્થળે બાઇક ખાબકી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:01 AM IST
સંખેડા હાંડોદ રોડ ઉપર રસ્તાની સાઈડ ઉપર થયેલા ધોવાણના સ્થળે જ મોટરસાઇકલ ખાબકી, મોટરસાઇકલ ઉપર સવાર બે શખ્સો ઇજાગ્રસ્ત થયા હતાં. રોડ ખાતાની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત થયાની ચર્ચા જોવા મળી રહી હતી.

સંખેડા હાંડોદ રોડ ઉપર દરગાહ પાસે વરસાદી પાણીના કારણે વ્યાપક ધોવાણ થયેલું છે. આ જગ્યાએ રસ્તાનો પણ કેટલોક ભાગ ધોવાઈ ગયેલો છે. સતત વાહનવ્યવહારથી ધમધમતા આ રસ્તા ઉપર જે જગ્યાએ રસ્તાના કેટલાક ભાગનું અને નજીકના ભાગે ધોવાણ થયેલું છે. ત્યાં અકસ્માત થવાની ભીતિ સેવાઇ રહી હતી. તંત્ર દ્વારા આ જગ્યાએ કોઈ સૂચનાનું બોર્ડ લગાડાયું નહોતું કે ધોવાણ થયેલું છે. ત્યાં સમારકામ કરવાની તસ્દી સુદ્ધા રોડ ખાતાએ લીધી નહોતી. જાણે કોઈ ગમખ્વાર અકસ્માત થવાની રાહ તંત્ર જોતું હોય. આજે સાંજે જ આ જગ્યાએ મોટરસાઇકલ ખાબકી હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે અત્યંત જ ગંભીર ઇજા થતાં બેભાન જેવી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે બીજા શખ્સને સામાન્ય ઇજા હોઈ ત્યાંથી રવાના થઈ ગયો હતો.

ઇમરજન્સી 108 એમબ્યુલન્સ દ્વારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લઇ ગઈ હતી. રોડ ખાતાની અત્રે થયેલા ધોવાણની જગ્યાએ સમારકામ નહી કરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ અકસ્માત બાદ રોડ ખાતાના અધિકારીઓ જાગશે કે હજીય ગંભીર અકસ્માત થયા કરે એની રાહ જોશે એ જોવું રહ્યું.

સંખેડા હાંડોદ રોડ ઉપર થયેલા ધોવાણના સ્થળે બાઇક ખાબકી. સંજય ભાટિયા

આ સ્થળ પર અકસ્માતના ભય બાબતે સમાચાર પ્રસિદ્ધ થયા છતાં તંત્રએ કાર્યવાહી કરી નહી

હાંડોદ રોડ ઉપર દરગાહ પાસે રસ્તાનું ધોવાણ થયા બાબતેના સમાચાર દિવ્ય ભાસ્કર દૈનિકે સહ તસવીર પ્રસિદ્ધ કરીને તંત્રની પોલ ખોલી હતી.દિવ્ય ભાસ્કર દૈનિકે તો એની સામાજિક જવાબદારી નિભાવી પણ તંત્ર દ્વારા આ જગ્યાએ સમારકામ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.હજીય જો તંત્ર નહી જાગે તો આ જગ્યાએ વધુ અકસ્માતો સર્જાવાની શક્યતા છે.

હેમાંગ શાહ-ડે. એન્જીનીયર સ્ટબી. બોડેલી.

સંખેડા હાંડોદ રોડ સ્ટેટ આર એન્ડ બી મા આવે છે.દરગાહ પાસે રસ્તા પાસે ધોવાણ થયું છે.ત્યાં બે ચાર દિવસમાં પુરાણ કરાવી દઈશું.હેમાંગ શાહ, ડે. એન્જીનીયર સ્ટેટ આર. એન્ડ બી. બોડેલી

X
સંખેડા હાંડોદ રોડ ઉપર થયેલા ધોવાણના સ્થળે બાઇક ખાબકી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી