Home » Madhya Gujarat » Chhota Udaipur » Sankheda » છોટાઉદેપુર જિલ્લામાં જમીનનાે રિસર્વે માટે જિલ્લા કક્ષાએથી કરાતી અરજીઓ

છોટાઉદેપુર જિલ્લામાં જમીનનાે રિસર્વે માટે જિલ્લા કક્ષાએથી કરાતી અરજીઓ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:01 AM

તાલુકાનું ગામોની નિકાલુ કુલ કુલ વાંધાની નિકાલ કરેલા બાકી રહેલા હકારાત્મક નિકાલ નકારાત્મક નિકાલ નામ સંખ્યા...

  • છોટાઉદેપુર જિલ્લામાં જમીનનાે રિસર્વે માટે જિલ્લા કક્ષાએથી કરાતી અરજીઓ

    સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં જમીનની માપણી બાદ તેમાં થયેલા ફેરફારથી પરેશાન ખેડૂતો દ્વારા રિસર્વે માટે જિલ્લા કક્ષાએ અરજીઓ કરાઇ રહી છે.આવી અરજીઓમાં પ્રમોલગેશન બાદ જિલ્લાના 123 ગામોમાંથી કુલ 348 વાંધાઓ આવ્યા હતા.જેમાંથી હજીય 71 વાંધાઓ બાકી છે.

    સંખેડા તાલુકા સહિત છોટાઉદેપુર જિલ્લામાં જમીનની માપણી થઇ કરાઇ હતી.જે બાદ ખેડુતોની જમીનના માપમાં વધઘટ થતા ખેડુતો પરેશાન બની ગયા હતા.ખેડુતોમાં દોડભાગ વધી ગઇ હતી.જમીનમાં ફેરફાર બાબતે સુધારા કરાવવા માટે ખેડુતોને છોટાઉદેપુર સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે. જેનાથી ખેડુતો પરેશાન બની રહ્યા છે.અને તેથી જ આ વિસ્તારના ખેડુતો જમીનની રીસર્વે કરાવવા માટેની અરજી સ્વીકારવા માટે સ્થાનિક કક્ષાએ કાર્યવાહી તંત્ર દ્વારા કરાય એની માંગ કરી રહ્યા છે.

    છોટાઉદેપુર જિલ્લામાં આવેલા કુલ છ તાલુકાઓ પૈકીના 123 ગામોમાંથી પ્રમોલગેશન બાદ આવા કુલ 348 જેટલા વાંધા આવ્યા છે.આ અંગે જમીન દફતર કચેરીના જિલ્લા નિરિક્ષક એમ.એમ.પાદરિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કુલ 278 આવી અરજીઓનો નિકાલ થઇ ગયો છે.જોકે હજીય બાકી રહેલા 71 વાંધાઓ બાબતે સર્વેની કામગીરી ચાલુ છે.

    72 વાંધાઓનો નકારાત્મક નિકાલ

    જિલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરીના સૂત્રો જણાવ્યું હતું કે જે વાંધાઓમાં પાંચ ટકા કરતા ઓછા ફેરફાર માટેની અરજીઓ આવેલી હતી.એવા અરજદારોને સમજ આપીને કુલ 72 વાંધાઓનો નકારાત્મક નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે.આ સિવાય 206 વાંધાઓનો હકારાત્મક નિકાલ થયેલો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ