સંખેડા ગામમાં સરકારી ક્વાર્ટરમાં છત પરથી ટપકતું પાણી

સમસ્યા |સતત ટપકતા પાણીથી કર્મચારીઓ પરેશાન બન્યા : ટપકતા પાણીને બંધ કરવા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ નથી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
સંખેડા ગામમાં સરકારી ક્વાર્ટરમાં છત પરથી ટપકતું પાણી
સંખેડા ગામમાં તાલુકા કુમાર શાળા સામે આવેલા સરકારી કવાર્ટરમાં છત પરથી પાણી ટપકતા કર્મચારીઓ પરેશાન બન્યા છે.છત પરથી ટપકતા પાણીને બંધ કરવા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઈ નથી. ક્વાર્ટર બહાર લાઈટો પણ બંધ રહેતા રાત્રે અવર-જવર પણ મુશ્કેલ બની છે.

સંખેડા ખાતે ભાગોળે કુમાર શાળાની સામે સરકારી કર્મચારીઓના કવાર્ટર આવેલા છે.ત્રણ મજલી કવાર્ટર વરસો જૂનું છે.આ કવાર્ટરમાં ચોમાસા દરમિયાન છત પરથી સતત પાણી ટપકે છે. ત્રીજા મજલે નહિ પણ ભોંયતળિયે આવેલા કવાર્ટરમાં પણ સતત પાણી ટપકે છે. કર્મચારીઓ કવાર્ટરમાં જ્યા પાણી ટપકે છે.ત્યાં વાસણ મુકવા પડે છે. સરકારી કર્મચારીઓ જ્યાં રહે છે ત્યાં જ આ કમ્પાઉન્ડમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે.આસપાસ ઝાડી ઝાખરા પણ ઉગી નીકળેલા છે.તંત્ર દ્વારા સરકારી કર્મચારીઓને પડતી આ મુશ્કેલી દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી નહી કરાતા કર્મચારીઓમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે.

સંખેડા ગામમાં તાલુકા કુમાર શાળા સામે આવેલા સરકારી કવાર્ટરમાં છત પરથી પાણી ટપકતું પાણી.તસવીર સંજય ભાટિયા

ચોમાસામાં મુશ્કેલી વધે છે

સરકારી કર્મચારીઓનું આ કવાર્ટર વરસો જૂનું છે.જેથી સમારકામ પણ માગી રહ્યું છે.ચોમાસામાં અહીંયા વસતા તમામ પરિવારોને મુશ્કેલી વેઠવી પડે છે.ખાસ કરીને છત પરથી પાણી ટપકે છે. આસપાસ ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરાતા નથી.જેથી સરિસૃપ પ્રાણીઓનો પણ ભય રહે છે.

X
સંખેડા ગામમાં સરકારી ક્વાર્ટરમાં છત પરથી ટપકતું પાણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App