તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધ્યપ્રદેશ-વડોદરામાંથી ચોરાયેલી બાઇક સાથે 4 ઝડપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એલ.સી.બી. પી.આઇ. એ.વી.કાટકડ, એસ.ઓ.જી. પો.સ.ઇ. પી.એસ.બરંડા, પેરોલ ફર્લો સ્કોડ પો.સ.ઇ. એસ.આર.ભરવાડ, કવાંટ પો.સ.ઇ. આર.જી.બારોટ તેમજ પાનવડ પો.સ.ઇ. એમ.કે.ગોસ્વામી નાઓ તેમજ પોલીસ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ-અલગ જગ્યાઓએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવામા આવેલ દરમ્યાન મધ્યપ્રદેશમાથી ચોરાયેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર MP-46-MC-7224 જેનો સાચો રજી નં. MP-11-MH-7730 ની સાથે અસનીયાભાઇ ચીમલીયાભાઇ કીરાડ ઉ.વ-૨૫ રહે.- સોરવા પટેલ ફળીયા તા.સોરવા જી.અરલીરાજપુર નાઓને તથા કવાંટ પો.સ્ટે. I ગુ.ર.નંબર-૩૪/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરાયેલ હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર-MP-69-MA-7232 જેનો સાચો રજી નંબર GJ-06-HJ-0294 નો હોય તે મો.સા.ની સાથે વિરેનભાઇ ઇન્દ્રસીંગભાઇ ડાવરીયા ( ભીલાલા) રહે.બડી વેગલ ગાવ ફળીયુ તા.સોઢવા જી.અલીરાજપુર MP નાઓને તેમજ વડોદરા શહેર પાણીગેટ I ગુ.ર.નં. ૧૯૧/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરાયેલ હિરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર-MP-69-M-5192 જેનો સાચો રજી નંબર GJ-06-EM-2058 નો હોય તે મો.સા.ની સાથે દિનેશભાઇ ભેરલાભાઇ જમરા ...અનુસંધાન પાના નં.2

પાનવડથી 2 શંકાસ્પદ મોટર સાયકલ સાથે 2 ઝડપાયા
પાનવડ|છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પાનવડ ખાતેથી બે શંકાસ્પદ મોટર સાયકલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામા આવી.

નાગરીકો દ્વારા ટ્રાફિક નિયમનનું પાલન થાય તે હેતું એલ.સી.બી, એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ, બોડેલી, પાનવડ તેમજ કવાંટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા સંયુકત રીતે અલગ-અલગ જગ્યાઓએ વાહન ચેકીંગની કામગીરી હાથ ધરતા પાનવડ હાટ બજારમાથી કૈલેશભાઇ જેદલાભાઇ રાઠવા ઉ.વ.૧૯ રહે.નાનીસઢલી લુહારીયા ફળીયું તા.જી.છોટાઉદેપુર નાઓ હિરો સીડી ડીલ્ક્ષ મોટર સાયકલ નંબર વગરની સાથે, રાકેશભાઇ બાબુભાઇ રાઠવા રહે.છોટાઉદેપુર બજાર ફળીયું નાને બજાજ પલ્સર મોટર સાયકલ નંબર-GJ-34-C-6596 ની સાથે બન્ને ઇસમો શકમંદ હાલતમા મળી આવતા બન્ને ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થૅ પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

વિવિધ સ્થળેથી 12 બાઇક ચોરનાર ઝડપાયો
પોર|વરણામા પોલીસે વાહન ચેકિંગ કરતા હતા. ત્યારે રતનપુર ચોકડી પાસે એક ઈસમ મોટર સાઇકલ સાથે આવતો હતો. તે દરમિયાન પોલીસને જોઈ મોટરસાઇકલ ખટબા ગામ તરફ વાળી ભાગવા જતા પોલીસે પીછો કરતા તે પકડી પાડેલ અને તેનું નામ પૂછતા કલશીંગ લાલુભાઇ મશાનિયા રહે. ગોલંબા સીમ વાળું ફળિયું તા.કઠીવાળા જી. અલીરાજપુર તેની પાસેથી મળી આવી.વરણામા પોલીસે તેની અટકાયત કરી 11 મોટરસાઇકલ કિંમત ૩,૨૫,૦૦૦ની સહ આરોપી મહેશભાઈ પારશીંગ ભાઈ કિરળા સાથે મળી આવેલ મળી તેમાં સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન તથા વડોદરા શહેર છાણી, પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન પાણીગેટ પોલીસ સ્ટેશન તથા કઠલાલ પોલીસ સ્ટેશન તથા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોય તે મોટરસાઇકલ તમામ વરણામા પોલીસ સ્ટેશનમાં કબ્જે લેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...